બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Youtube કરાવશે તગડી કમાણી! શું તમે જાણો છો કેટલા વ્યૂઝ પર મળે છે કેટલા પૈસા? અહીં જાણો

તમારા કામનું / Youtube કરાવશે તગડી કમાણી! શું તમે જાણો છો કેટલા વ્યૂઝ પર મળે છે કેટલા પૈસા? અહીં જાણો

Published By: Jinal Chauhan

Last Updated: 09:49 AM, 6 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YouTube તેના ક્રિએટર્સને સારી કમાણીની તક આપે છે અને લોકો તેનો ફાયદો ઉઠાવીને સારા એવા પૈસા કમાય છે. જો તમે પણ વીડિયો બનાવો છો તો યૂટ્યુબમાંથી સારી એવી કમાણી કરી શકો છો.

લોકો યૂટ્યુબમાંથી કમાણ કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલા એક રિપોર્ટમાં આવ્યું હતું કે ભારતમાં એક યૂટ્યુબ ચેનલે AI પાસેથી વીડિયો બનાવીને વાર્ષિક 38 કરોડ રૂપિયા કમાણી કરી રહ્યું છે. તમે પણ યુટ્યુબ પર વીડિયો અપલોડ કરીને પૈસા કમાઈ શકો છો. ખાસ વાત તો એ છે કે યૂટ્યુબ દરેક સિંગલ વ્યૂ માટે ક્રિએટરને પૈસા આપે છે. જો કે તેના માટે ઘણા નિયમો છે જેની માહિતી તમારી પાસે હોવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે તમારા વીડિયો પર 5000 વ્યૂઝ આવે તો કેટલી કમાણી થઈ શકે છે.

youtube-insta-money

યૂટ્યુબના પે ઉપર વ્યૂ સિસ્ટમથી ક્રિએટરની કમાણી થાય છે. જો કે આ નામથી જેટલું સરળ લાગી રહ્યું છે એટલું નથી. યૂટ્યુબ તમારા વીડિયોઝ પર AI વ્યૂ માટે નહીં પણ વીડિયો પર ચાલતી એક એડવર્ટાઈઝમેન્ટને મળેલા વ્યૂના હિસાબથી પૈસા આપે છે. જેનો અર્થ છે કે માની લો કે તમારા વીડિયો પર 10000 વ્યૂ આવ્યા છે પણ તેની પર કોઈ એડ નથી તો તમારી કમાણી નહીં થાય. બીજી તરફ તમારા વીડિયો પર ચાલેલી એડવર્ટાઈઝમેન્ટને 5000 વ્યૂ મળ્યા તો આજ પાંચ હજાર વ્યૂના તમને પૈસા મળશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઘરમાં ઈન્ટરનેટની સ્લો સ્પીડથી કંટાળ્યા છો? અજમાવો આ ટિપ્સ વાઈ-ફાઈ થઈ જશે સુપરફાસ્ટ

વીડિયો પર વ્યૂના હિસાબથી કેટલા પૈસા મળશે

વીડિયો પર વ્યૂ આવવાથી કેટલી કમાણી થશે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. જો તમે યૂટ્યુબના તમામ નિયમોનું પાલન કરો છો તો સબસ્કાઈબર્સ, વીડિયોની રિચ, ઓડિયન્સ અને એન્ગેજમેન્ટના આધારે તમારી કમાણી નક્કી થાય છે. તો પણ અંદાજો લગાવી શકાય છે કે પાંચ હજાર વ્યૂ આવે તો 25-75 ડોલર સુધીની કમાણી કરી શકો છો.

યૂટ્યુબથી આ રીતે કમાણી કરો

તમે યૂટ્યુબ માંથી માત્ર વીડિયો પોસ્ટ કરીને જ કમાણી નથી કરી શકતા પણ કમાણીના બીજા પણ રસ્તા છે. તમે યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં સામેલ થઈને પણ યૂટ્યુબ પ્રીમિયમ સબ્સ્ક્રિપશન ફી, ચેનલ મેમ્બરશીપ, મર્ચેડાઈઝ વગેરેમાંથી પૈસાની કમાણી કરી શકો છો. આ રીતે તમે ચેનલ મેમ્બરશીપ, સ્પોન્સર્ડ કોન્ટેટ અને એફિલિએટ માર્કેટિંગ વગેરેમાંથી પણ કમાણી કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

YouTube earnings YouTube income pays per view

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ