બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઘરમાં ઈન્ટરનેટની સ્લો સ્પીડથી કંટાળ્યા છો? અજમાવો આ ટિપ્સ વાઈ-ફાઈ થઈ જશે સુપરફાસ્ટ
Last Updated: 09:36 AM, 5 January 2026
ઓફિસ વર્ક, વીડિયો સ્ટ્રીમિંગ અને ગેમિંગ સહિત ઘણા કામો માટે ઘરમાં વાઈફાઈ જરૂરી છે. જો વાઈફાી સ્પીડ ઓછી થઈ જાય તો તરત કામ અટકી જાય છે. આનાથી ન તો ઓફિસનું કામ સરખી રીતે થઈ શકે છે ન ગેમિંગ કે સ્ટ્રીમિંગમાં મજા આવે છે. મોંઘાદાટ વાઈ ફાઈ કનેક્શન લેવા છતા ઘણા લોકો સ્લો ઈન્ટરનેટ સ્પીડથી પરેશાન હોય છે. જો તમે પણ એવા લોકોમાંથી છો તો અમે તમને અમુક ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને સુપરફાસ્ટ સ્પીડ મળશે.
ADVERTISEMENT
ઘણી વખત રાઉટર અને તમારા વર્કપ્લેસ વચ્ચેનું અંતર સ્પીડને અસર કરે છે. જો તમે તમારા વર્કપ્લેસ અથવા ગેમિંગ સ્ટેશનને રાઉટરની નજીક ખસેડી શકો તો ઇથરનેટ કનેક્શન એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ વાયર્ડ કનેક્શન તમને સારી સ્પીડ આપશે. જો તમારી પાસે આ વિકલ્પ ન હોય તો તમે જ્યાં કામ કરો છો તે રૂમમાં રાઉટર ઇન્સ્ટોલ કરો. આ રાઉટર અને તમારા ડિવાઈસ વચ્ચેના કોઈપણ અવરોધોને દૂર કરશે ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ આપશે.

ADVERTISEMENT
જો તમારું ઘર મોટું હોય અને તમને આખા ઘર માટે એક જ રાઉટરનો ઉપયોગ કરવાની જરૂર હોય તો વાઇ-ફાઇ એક્સટેન્ડર તમારા કામને સરળ બનાવી શકે છે. વાઇ-ફાઇ એક્સટેન્ડર કનેક્શન રેન્જ વધારે છ જેનાથી તમે ઘરના ખૂણાઓથી પણ ઇન્ટરનેટ ઍક્સેસ કરી શકો છો જ્યાં રાઉટરની રેન્જ મર્યાદિત હોય છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ આ વર્ષે લોન્ચ નહીં થાય iPhone 18! એપલ તોડશે કરોડો લોકોનું દિલ?
ADVERTISEMENT
કેટલાક લોકો ટીવી, રેફ્રિજરેટર અથવા ફર્નિચર પાછળ રાઉટર ઇન્સ્ટોલ કરે છે. આવા સ્થળોએ મૂકવામાં આવેલા રાઉટર સરખી રીતે કામ કરી શકતા નથી અને વાઇ-ફાઇ સિગ્નલ તમારા ડિવાઈસ સુધી પહોંચશે નહીં. ટીવી અને માઇક્રોવેવ્સ અને મેટલ સપાટીઓ સહિત કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વાઇફાઇ સિગ્નલમાં દખલ કરી શકે છે. તેથી રાઉટરને હંમેશા આવા વિસ્તારોથી દૂર રાખો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.