બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / આ વર્ષે લોન્ચ નહીં થાય iPhone 18! એપલ તોડશે કરોડો લોકોનું દિલ?

ટેક / આ વર્ષે લોન્ચ નહીં થાય iPhone 18! એપલ તોડશે કરોડો લોકોનું દિલ?

Published By: Nirav Kumar

Last Updated: 08:30 PM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલ iPhone ને લઇ મોટો એહવાલ સામે આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, iPhone 18 આ વર્ષે લોન્ચ નહીં થાય.

હાલમાં એપલ iPhoneને લઇ અનેક મોટી વાત સામે આવી છે. જેમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે iPhone18 આ વર્ષે લોન્ચ નહીં થાય. આ  સિવાય એવું પણ સામે આવ્યું છે કે, એપલ iOS ને એન્ડ્રોઇડ માટે ખોલી રહી છે અને તેના મેકબુક લાઇનઅપમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે.

રીપોર્ટ અનુસાર, એપલ 2026 માં સ્ટાન્ડર્ડ આઇફોન 18 લોન્ચ નહીં કરે. કંપની તેના પરંપરાગત ફોલ લોન્ચ ઇવેન્ટમાં માત્ર iPhone18 18 પ્રો, iPhone18 18 પ્રો મેક્સ અને ફોલ્ડેબલ iPhone18 લાવશે. બેઝ આઇફોન 18 ને 2027 ના પ્રથમ કવોર્ટર સુધી હોલ્ડ રખાશે. એપલ પહેલા હાઈ પર્ફોમન્સ પ્રો મોડેલો પર ફોકસ કરવા કરવા માંગે છે.

એપલ પહેલી વાર તેના ઇકોસિસ્ટમને આ લેવલે ખોલશે. iOS 26.3 અપડેટ સત્તાવાર રીતે આઇફોનથી એન્ડ્રોઇડમાં ડેટા ટ્રાન્સફરને મંજૂરી આપશે. યુઝર્સ થર્ડ પાર્ટી એપ્લિકેશનની જરૂર વગર સરળતાથી આ પ્લેટફોર્મ પર સ્વિચ કરી શકશે. ગૂગલ એન્ડ્રોઇડમાં આ ફીચર એડ કરી રહ્યું છે, જેનાથી બે સિસ્ટમ વચ્ચે ટ્રાન્સફર સરળ બનશે. મતલબ કે, iPhoneથી એન્ડ્રોઇડ પર સ્વિચ કરવાનું ટૂંક સમયમાં સરળ બનશે.

vtv app promotion

એક તરફ બીજી કંપનીઓ AI માં ભારે રોકાણ કરી રહી છે એવામાં એપલનો એપ્રોચ મર્યાદિત રહ્યો છે. એપલ AI માં ગૂગલ અને સેમસંગથી ઘણું પાછળ છે. એપલે AI પર ઓછો ખર્ચ કરીને 130 બિલિયન ડોલરથી વધુની રોકડ બચાવી છે.

iOS 26 સાથે આવેલી નવી ગેમ્સ એપ્લિકેશન યુઝર્સ માટે ખાસ પ્રભાવશાળી નથી રહી. જેમાં એપ ગેમિંગ અનુભવ કરતાં વધુ જાહેરાતો અને માઇક્રો-ટ્રાન્ઝેક્શન દેખાય છે. એપલ આર્કેડ પર વધુ પડતું ડીપેન્ડ પણ યુઝર્સને હતાશ કરી રહ્યું છે, જેના લીધે આઇફોન પર ગેમિંગને સંતોષ નથી મળી રહ્યો.

વધુ વાંચો : Apple ના સૌથી સસ્તા iPhone પર આવ્યું મોટું ડિસ્કાઉન્ટ, થશે હજારો રૂપિયાની બચત

એપલ 2026 માટે ત્રણ મેકબુક વેરિઅન્ટ પર કામ કરી રહ્યું છે. જેમાં MacBook Air, બજેટ 12-ઇંચ MacBook અને હાઇ-એન્ડ MacBook Proનો સમાવેશ થાય છે. રીપોર્ટ મુજબ 14-ઇંચ અને 16-ઇંચ MacBook Proમાં M5 પ્રો અને M5 મેક્સ ચિપ્સ હશે. તો તેની ડિઝાઇનમાં મોટા ફેરફારો નહીં થાય. તેના પર્ફોમન્સ, SSD સ્પીડ અને મેમરી બેન્ડવિડ્થમાં સુધારો જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 18 Apple iPhone iPhone launched

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ