બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Apple ના સૌથી સસ્તા iPhone પર આવ્યું મોટું ડિસ્કાઉન્ટ, થશે હજારો રૂપિયાની બચત
Last Updated: 04:20 PM, 3 January 2026
જો તમે iPhone લવર હોય તો આ ખબર તમારા માટે છે. જેમાં નવો ફોન ખરીદવા માટે આકર્ષક ઑફર્સ આવી છે. તેમાં iPhone Air એવા યુઝર્સ માટે છે જેઓ પ્રીમિયમ iPhone એક્સપીરીયંસ ઇચ્છે છે પરંતુ પ્રો મોડેલ્સની ઊંચી કિંમત ચૂકવવા નથી માંગતા. આ ફોન લાઈટ, સ્કીલ્ક અને પાવરફુલ છે. જેમાં મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહ્યું છે.
iPhone Air માં 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં તમે અનેક ફોટોઝ અને વીડિયોઝ સેવ કરી શકો છો. જેમાં તમારે સ્ટોરેજની કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી. તેમાં એક મોટી અને શાર્પ OLED ડિસ્પ્લે આવે છે જે વીડિયો જોવા, સોશિયલ મીડિયા અને વાંચન માટે બેસ્ટ એક્સપીરીયંસ આપે છે.
ADVERTISEMENT
Apple ના આ ફોનમાં તેનું પ્રોસેસર રોજિંદા કામ, ગેમિંગ અને ફોટોગ્રાફી માટે ઇઝી ટુ યુઝ છે. તેની કેમેરા સિસ્ટમ સરળ છતાં ભરોષામંદ છે તે પોટ્રેટ અને નાઇટ ફોટોગ્રાફીમાં પણ સારું રીઝલ્ટ આપે છે. iPhone Air ની બેટરી એક દિવસ સુધી ચાલે છે.

ADVERTISEMENT
વિજય સેલ્સ પર iPhone Air (256GB, સ્કાય બ્લુ) ની કિંમત 1,19,900 રૂપિયા છે. પરંતુ વિવિધ ઑફર્સને એડ કરીને તેની કિંમતમાં મોટો ઘટાડો થાય છે. જેમાં આ ફોન પર 24,910 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મળે છે. આ સિવાય જો તમે લાયક ICICI બેંક કે એક્સિસ બેંક કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમે એક્સ્ટ્રા 4000 રૂપિયા બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આમ તમે ડિસ્કાઉન્ટનો લાભ મેળવી હજારો રૂપિયા બચાવી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.