બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / OnePlus 16 Rumors: લીકમાં સામે આવ્યું મોટું અપડેટ, 200MP કેમેરા મળશે ?

ટેક / OnePlus 16 Rumors: લીકમાં સામે આવ્યું મોટું અપડેટ, 200MP કેમેરા મળશે ?

Published By: Nirav Kumar

Last Updated: 12:19 AM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં OnePlus 16 વિશે લીક સામે આવ્યા છે. જેમાં તેના કેમેરાને લઇ ખુબ ચર્ચા છે. ચાલો તેના વિષે વિસ્તારથી જાણીએ.

OnePlus 15 ને લોન્ચ થયાને હજુ ઘણો સમય નથી થયો અને OnePlus 16 વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આ વખતે લોકોનું ફોકસ તેની ડિઝાઇન કે પરફોર્મ પર નહીં, પરંતુ કેમેરા પર છે. લીક થયેલા અહેવાલો મુજબ OnePlus 16 માં કેમેરા અપગ્રેડ હોઈ શકે છે.

  • OnePlus 16નું મુખ્ય લીક
    એક ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મુજબ OnePlus 16 માં Oppo Find N6 જેવો જ ફ્લેગશિપ કેમેરા સેટઅપ હોઈ શકે છે. મતલબ કે, OnePlus 16 પરના પ્રાઈમરી અને ટેલિફોટો લેન્સ બંને હાઇ-એન્ડ કેટેગરીના હશે.

આ લીક મુજબ OnePlus 16 માં 200-મેગાપિક્સલનો રીઅર કેમેરા આવી શકે છે.  Find N6 માં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં બે 50MP સેન્સર અને 200MP કેમેરા હશે. આવા જ ફીચર OnePlus 16માં હશે.

vtv app promotion

જો OnePlus 16 માં 200MP ટેલિફોટો લેન્સ આવે તો તે ઝૂમ ફોટોગ્રાફી અને ડીટેલમાં સુધારો કરી શકે છે. કેમેરાને પ્રાથમિકતા આપતા યુઝર્સ માટે આ ખાસ ગણાશે.આ સિવાય કેમેરાની સાથે OnePlus 16 ના ડિસ્પ્લે અંગે એક લીક સામે આવ્યું છે.જેમાં કંપની 240Hz રિફ્રેશ રેટવાળી સ્ક્રીન પર કામ કરી રહી છે.

વધુ વાંચો : ફોન તુરંત ગરમ થઇ જાય છે? તો અપનાવો આ ટિપ્સ, નહીં થાય બ્લાસ્ટ!

ઉલ્લેખનીય છે કે, OnePlus 16 સંબંધિત આ બધી માહિતી લીક્સ અને રુમર્સ પર આધારિત છે. પરંતુ જો 200MP કેમેરા અને ફ્લેગશિપ ઇમેજિંગ હાર્ડવેર સાચે જ ફોનનો હિસ્સો બનશે તો OnePlus ફરી એકવાર કેમેરા સેગમેન્ટમાં મજબૂત વાપસી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OnePlus 16 OnePlus 16 Camera OnePlus 16 Leaks

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ