બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Uttar Pradesh: Kangana Ranaut's Revolver Rani Co-Star, Singer Malika Rajput Found Hanging In Sultanpur
ADVERTISEMENT
મ્યુઝિક ઈન્ડસ્ટ્રી તરફથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સિંગર વિજય લક્ષ્મી ઉર્ફે મલ્લિકા રાજપૂત યુપીના સુલતાનપુરમાં તેના ઘરે રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. મલ્લિકા રાજપૂતની લાશ 13 ફેબ્રુઆરીએ તેના રૂમના સીલિંગ ફેન પર લટકતી મળી આવી હતી.
The sudden demise of Malika Rajput leaves the entertainment industry in shock. Details surrounding her death remain unclear. #MalikaRajput #Singer #Actor #SuspiciousDeath #Sultanpur pic.twitter.com/ZyDE93tBmV
— The Filmy Charcha (@thefilmycharcha) February 13, 2024
ADVERTISEMENT
ઘરના સુતા હતા ત્યારે પંખે ખાધો ગળેફાંસો
ગાયિકાની માતા સુમિત્રા સિંહે જણાવ્યું હતું કે તેમને ખબર નથી કે આ ઘટના ક્યારે બની હતી કારણ કે પરિવારના સભ્યો સૂતા હતા. મલ્લિકા રાજપૂત ઘર કંકાસથી કંટાળી જતાં અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે ગાયકના મૃતદેહને લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ADVERTISEMENT
કોણ હતી મલ્લિકા રાજપૂત?
35 વર્ષીય મલ્લિકા રાજપૂત ગાયિકાની સાથે સાથે અભિનેત્રી પણ હતી. તેણે 2014માં કંગના રનૌતની ફિલ્મ 'રિવોલ્વર રાની'માં કામ કર્યું હતું. આ ક્રાઇમ કોમેડી ફિલ્મમાં મલ્લિકાએ સહાયક ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત સિંગર શાનના ગીત યારા તુજેના મ્યુઝિક વીડિયોમાં પણ તે જોવા મળ્યો હતો. મલ્લિકા રાજપૂત 2016માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ હતી. જો કે બે વર્ષ બાદ તેમણે રાજકારણ છોડી દીધું હતું. પોતાની ફિલ્મ અને રાજકીય કારકિર્દીની ફ્લોપ નીવડયા બાદ મલ્લિકા રાજપૂત આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી હતી. 2022માં તેઓ ઉત્તર પ્રદેશના ભારતીય સવર્ણ સંઘના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે ચૂંટાયા હતા. મલ્લિકા એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના પણ હતી. પાછળથી તેમણે પોતાની મેળે ગઝલો લખવાનું પણ શરૂ કર્યું, જે તેઓ વિવિધ કવિતા પરિષદોમાં રજૂ કરતા હતા. મલ્લિકા રાજપૂત પોતાની યૂટ્યૂબ ચેનલ પણ ચલાવતી હતી.
ADVERTISEMENT
પ્રદીપ શિંદે નામના યુવાન સાથે લગ્ન પણ કર્યાં હતા
મલ્લિકાએ ચાર વર્ષ પહેલા પ્રદીપ શિંદે નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નજીવનમાં કડવાશ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. મલ્લિકા રાજપૂતના અચાનક મોતથી તેમના પરિવારજનોને આઘાત લાગ્યો છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.