બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે નેટવર્ક વગર પણ થઈ શક્શે WhatsApp વિડીયો કોલિંગ! ગૂગલે બધાને ચોંકાવ્યા

ટેક્નોલોજી / હવે નેટવર્ક વગર પણ થઈ શક્શે WhatsApp વિડીયો કોલિંગ! ગૂગલે બધાને ચોંકાવ્યા

Priyankka Triveddi

Last Updated: 01:10 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google એ એક ખાસ ફીચર લોન્ચ કરીને બધાને હેરાન કરી દીધા છે. Googleના આ નવા ફીચરથી હવે યુઝર્સ હવે નેટવર્ક નહીં હોય તો પણ Whatsapp પર Audio અને Video નો લાભ લઈ શકશે. ચાલો જાણીએ કેવી રીતે.

Google તાજેતરમાં ભારત સહિત વૈશ્વિક બજારમાં તેની Pixel 10 સીરીઝ લોન્ચ કરી છે. Google આ ફોનમાં એક ઉપયોગી ફીચર આપ્યું છે. યુઝર્સ નેટવર્ક વગર પણ વોટ્સએપ દ્વારા ઓડિયો-વીડિયો કોલ કરી શકશે. ગૂગલની આ નવી સીરીઝ 28 ઓગસ્ટથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. કંપનીએ દાવો કર્યો છે કે આ પહેલી સ્માર્ટફોન સીરીઝ છે જે નેટવર્ક વગર પણ વોટ્સએપ કોલિંગ ફીચર સાથે આવી રહી છે.

નેટવર્ક વગર પણ Audio Video calls

ગૂગલે તેની X પોસ્ટમાં જણાવ્યું હતું કે તાજેતરમાં લોન્ચ થયેલી Pixel 10 સિરીઝના યુઝર્સને ટૂંક સમયમાં WhatsApp દ્વારા વૉઇસ અને વીડિયો કૉલિંગ સુવિધા મળશે. યુઝર્સ સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે WhatsApp પર આ સુવિધાનો લાભ લઈ શકશે. આ સુવિધા કટોકટી દરમિયાન યુઝર્સ માટે વરદાન સાબિત થશે. જો ફોનમાં નેટવર્ક કે Wi-Fi કનેક્ટિવિટી ન હોય તો પણ તેઓ સેટેલાઇટ દ્વારા WhatsApp ઑડિઓ અને વીડિયો કૉલિંગ કરી શકશે.

કંપનીએ પોતાની X પોસ્ટમાં જણાવ્યું હતું કે 28 ઓગસ્ટથી Pixel 10 સિરીઝમાં યુઝર્સને આ ફીચર મળવાનું શરૂ થશે. ગૂગલે પોતાની પોસ્ટમાં એક ટીઝર બતાવ્યું છે, જેમાં જોઈ શકાય છે કે સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે ઓડિયો-વિડિયો કોલિંગ કરી શકાય છે. જો કે, આ ફીચર ફક્ત સેટેલાઇટ કનેક્ટિવિટી ધરાવતા ટેલિકોમ ઓપરેટરોના નેટવર્ક પર જ ઉપલબ્ધ રહેશે. ભારતમાં યુઝર્સને આ ફીચર માટે રાહ જોવી પડી શકે છે. ભારતમાં હજુ સુધી સેટેલાઇટ સેવા શરૂ થઈ નથી. જોકે, BSNL એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેટેલાઇટ સેવા અંગે ટીઝ કર્યું છે.

વધુ વાંચો: હવે ઘડપણ નહીં આવે અને રહેશો સદા યુવાન! AI વિકસાવ્યું ખાસ મોડલ

Vtv App Promotion 2

દુનિયાનો પહેલો ફોન

Google એ દાવો કર્યો છે કે pixel 10 સિરીઝ વિશ્વનો પહેલો ફોન હશે જે સેટેલાઇટ દ્વારા WhatsApp ઓડિયો અને વિડિયો કોલિંગ ઓફર કરશે. જોકે કંપનીએ આ ટેકનોલોજી કેવી રીતે કાર્ય કરશે તે સમજાવ્યું નથી. હાલમાં સેટેલાઇટ સર્વિસ દ્વારા યુઝર્સ નેટવર્ક વિનાના વિસ્તારોમાં ઓડિયો કોલિંગ અને SMS જેવી સુવિધાઓનો લાભ લઈ શકે છે. યુઝર્સ સેટેલાઇટ કનેક્ટિવિટીવાળા સુસંગત સ્માર્ટફોનમાં આ પ્રકારની સુવિધા મળે છે. જો કે આ સર્વિસ એ દેશોમાં પણ ઉપલબ્ધ છે જ્યાં સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

, Google Pixel 10 series Satellite Calling
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ