બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે ઘડપણ નહીં આવે અને રહેશો સદા યુવાન! AI વિકસાવ્યું ખાસ મોડલ

ગજબ / હવે ઘડપણ નહીં આવે અને રહેશો સદા યુવાન! AI વિકસાવ્યું ખાસ મોડલ

Priyankka Triveddi

Last Updated: 12:30 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OpenAI એ સિલિકોન વેલીની એક સ્ટાર્ટઅપ કંપની રેટ્રો બાયો સાયન્સીસ સાથે મળીને એક GPT-4b માઇક્રો ચેટબોટ બનાવ્યું છે જે શરીરમાં ઘરડા એટલે કે વૃદ્ધ થઈ રહેલા સેલ્સને યુવાન સેલમાં બદલી શકશે. તે પ્રોટીનની માત્રાને જાળવી રાખવામાં મદદ કરે છે.

AI Reverse Aging Model: AI ને લોકો રોજીંદા જીવનમાં ઉપયોગમાં લઈ રહ્યા છે. AI પાસેથી લોકો Email, Research Paper લખાવી રહ્યા છે, PPT બનાવડાવી રહ્યા છે. અને બાળકો હોમવર્કમાં મદદ લઈ રહ્યા છે. પરંતુ આ માત્ર લોકોનું કામ જ સરળ કરે છે એટલું જ નહીં પરંતુ હવે એક એવી પ્રોસેસનો ભાગ બની ચૂક્યો છે જે લોકોને યુવાન રાખવામાં મદદ કરી શકે છે. ઘણા વૈજ્ઞાનિકો અને એક્સપર્ટને આશા છે કે તેઓ AI ની મદદથી એક એવા ફોર્મ્યુલા ડેવલપ કરી રહ્યા છે જેનાથી લોકો યુવાન રહી શકે.

AI મોડલનો વિકાસ

હકીકતમાં તાજેતરમાં OpenAI એ સિલિકોન વેલીની સ્ટાર્ટઅપ કંપની રેટ્રો બાયોસાયન્સિસ સાથે મળીને એક નવી ઉપલબ્ધિ હાંસલ કર્યો છે. તેમણે GPT-4b માઇક્રો નામનું એક ખાસ AI મોડેલ બનાવ્યું છે. આ AI પ્રોટીન સિક્વન્સ , બાયોલોજિકલ લિટરેચર અને 3D મોલિકયુલ સ્ટ્રક્ચર પર ટ્રેન થયેલ છે. તેનો હેતુ શરીરના કોષોને સુધારવામાં મદદ કરવાનો છે.

AI-Reverse-Aging

GPT-4b માઇક્રો ચેટબોટ શું કરે છે?

GPT-4b માઈક્રો કોઈ સામાન્ય ચેટબોટ નથી. તેને ખાસ કરીને પ્રોટીનને ફરીથી ડિઝાઇન કરવા માટે બનાવાયું છે. જે Regenerative મેડિસિન માટે ખૂબ જ જરૂરી છે. વૈજ્ઞાનિકોએ આ AI ને 'યામાનાકા ફેક્ટર્સ' પ્રોટીનને સુધારવાનું કામ આપ્યું હતું. યામાનાકા ફેક્ટર્સ એવા પ્રોટીન છે જેને નોબેલ પુરસ્કાર મળ્યો છે. આ પ્રોટીન એડલ્ટ સેલ્સને ફરીથી સ્ટેમ સેલમાં રૂપાંતરિત કરી શકે છે. સ્ટેમ સેલ એવા કોષો છે જે શરીરના કોઈપણ ભાગના સેલ બની શકે છે.

વૃદ્ધ સેલ્સને કરશે યુવાન

OpenAI એ તેના બ્લોગમાં જણાવ્યું કે GPT-4b માઇક્રો યામાનાકા ફેક્ટર્સને નવા અને better વર્જનમાં બનાવ્યું છે. આ નવા પ્રોટીન જૂના પ્રોટીન કરતાં ઘણા વધુ અસરકારક છે. આ AI એ બનાવેલા પ્રોટીને લેબોરેટરી ટેસ્ટમાં કમાલ કર્યું હતું. આ પ્રોટીનની મદદથી કોષોમાં સ્ટેમ સેલ માર્કર્સનું પ્રમાણ 50 ગણું વધી ગયું. એટલું જ નહીં આ પ્રોટીન સેલ્સમાં DNAએ નુકસાનને પણ ઝડપથી રિપેર કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રોટીન જૂના કોષોને ફરીથી યુવાન બનાવી શકે છે.

વધુ વાંચો: ભારતમાં જ બનશે iPhone 17ના તમામ મોડેલ! શું અમેરિકા કરતા સસ્તામાં મળશે?

Vtv App Promotion

વૃદ્ધત્વને પણ રોકી શકાશે

આ શોધે વૈજ્ઞાનિકોને હેરણકારી દીધા છે. AIની મદદથી બનાવેલા પ્રોટીને જૂન પ્રોટીનને ખૂબ પાછળ છોડી દીધા. જેની મદદથી ભવિષ્યમાં એવી દવાઓ બની શકે છે જે ઘડપણને ધીમું કરી શકે અથવા તો અટકાવી પણ શકે છે. આનાથી માત્ર ઘડપણ જ નહીં પરંતુ ઘડપણ સાથે જોડાયેલી બીમારીઓનો ઈલાજ પણ થઈ શકે છે અને માણસની જિંદગીને બહેતર બનાવી શકાય છે. વૃદ્ધત્વને રોકવાની દિશામાં પણ આગળ વધી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Reverse Aging Model AI GPT 4b Chatbot Reverse Aging Chatbot
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ