બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતમાં જ બનશે iPhone 17ના તમામ મોડેલ! શું અમેરિકા કરતા સસ્તામાં મળશે?

ટેકનોલોજી / ભારતમાં જ બનશે iPhone 17ના તમામ મોડેલ! શું અમેરિકા કરતા સસ્તામાં મળશે?

Priykant Shrimali

Last Updated: 11:15 AM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iPhone 17 Series : અહીં નોંધનિય અને ખાસ વાત એ છે કે, આ પ્રથમ વખત છે કે iPhone ના તમામ નવા મોડલ્સની શરૂઆતથી જ ભારતની ફેક્ટરીઓમાં મેન્યુફેક્ચર થશે

iPhone 17 Series : ભારતમાં iPhone ઉત્પાદનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં Apple Inc.એ ભારતમાં તેના iPhone ઉત્પાદનને વધુ ઝડપથી વિસ્તારવાનો મોટો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની આગામી iPhone 17 સિરીઝના બધા મોડલ્સ, જેમાં પ્રીમિયમ Pro વર્ઝન પણ શામેલ છે તે ભારતમાં જ અસેમ્બલ કરશે. અહીં નોંધનિય અને ખાસ વાત એ છે કે, આ પ્રથમ વખત છે કે iPhone ના તમામ નવા મોડલ્સની શરૂઆતથી જ ભારતની ફેક્ટરીઓમાં મેન્યુફેક્ચર થશે.

ચીન પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ

હવે અહેવાલોની માનીએ તો Appleનો આ પગલાં એ તેની મોટી વ્યૂહરચનાનો ભાગ છે જેનો મુખ્ય ઉદ્દેશ છે અમેરિકન બજાર માટે ચીન પર નિર્ભરતા ઘટાડવી અને વધતા ટેરિફના જોખમથી બચવું. હાલમાં Apple ભારતમાં જ ઘણાં iPhonesનું ઉત્પાદન કરીને અમેરિકા માટે નિકાસ કરી રહી છે.

ટાટા અને ફૉક્સકોનની મહત્વની ભૂમિકા

Bloomberg અનુસાર, આ વિસ્તરણમાં બે ફેક્ટરીઓની ભૂમિકા મહત્વની છે. એક ટાટા ગ્રૂપની હોસુર (તમિલનાડુ) ફેક્ટરી અને બીજી ફૉક્સકોનની બૅન્ગલુરુ એરપોર્ટ નજીકની યુનિટ. અગામી બે વર્ષમાં ટાટા ગ્રૂપ ભારતમાં iPhone ઉત્પાદનનો લગભગ અડધો હિસ્સો સંભાળી શકે છે. ટાટા હવે Apple માટે સૌથી ઝડપી વધી રહેલો ભાગીદાર બની રહ્યો છે.

ભારતમાંથી iPhone ની નિકાસમાં વધારો

અહેવાલો અનુસાર એપ્રિલથી જુલાઈ 2025 વચ્ચે ભારતમાંથી લગભગ 7.5 અબજ ડોલરનાં iPhones નિકાસ થયા છે જ્યારે આખા ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો 17 અબજ ડોલર હતો. આથી સ્પષ્ટ છે કે, ભારત હવે Apple ની સપ્લાય ચેઇન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની ચૂક્યું છે.

આ પણ વાંચો : તમે મોબાઈલ નેટવર્ક કે વાઈફાઈ વગર પણ વોટ્સએપ કોલ કરી શકશો, કેવી રીતે?

અમેરિકા-ચીન વચ્ચેનો તણાવ: Apple સામેની નવી ચેલેન્જ

અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વેપાર તણાવના કારણે Apple માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં કહ્યું હતું કે, જો Apple ને અમેરિકન લોકો માટે iPhone બનાવવો હોય, તો તે અમેરિકામાં બનાવવો જોઈએ, ચીન કે ભારતમાં નહીં. હાલમાં સ્માર્ટફોન્સ પર વધારે ટેરિફ લાગુ થયો નથી પણ Apple ને આશંકા છે કે, આવતા ક્વાર્ટરમાં તેને ટેરિફના કારણે અંદાજે 1.1 અબજ ડોલરનો નુકશાન થઈ શકે છે. Canalysના ડેટા મુજબ, અમેરિકા હવે ભારતમાંથી Apple માટે સૌથી મોટો નિકાસ બજાર બની ગયું છે. 2024ની પહેલી 6 માસ દરમિયાન અમેરિકા માટે 53% iPhones નિકાસ થયા હતા જે 2025 ની જુલાઈ સુધીમાં વધીને 78% સુધી પહોંચ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Apple iPhone 17 series iPhone
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ