બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમે મોબાઈલ નેટવર્ક કે વાઈફાઈ વગર પણ વોટ્સએપ કોલ કરી શકશો, કેવી રીતે?

ટેક / તમે મોબાઈલ નેટવર્ક કે વાઈફાઈ વગર પણ વોટ્સએપ કોલ કરી શકશો, કેવી રીતે?

Pravin Joshi

Last Updated: 08:01 PM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુગલ દ્વારા તેના Google Pixel 10 સ્માર્ટફોનમાં એક નવી અદ્ભુત સુવિધા ઉમેરવામાં આવી છે. હવે વપરાશકર્તાઓ નેટવર્ક કે વાઇ-ફાઇ વગર પણ WhatsApp કોલ કરી શકશે.

ગૂગલે તાજેતરમાં લોન્ચ કરેલી પોતાની નવી Pixel 10 સિરીઝ માટે એક અનોખું ફીચર જાહેર કર્યું છે, જેને સાંભળીને યૂઝર્સ ખુશ થઈ જશે. હવે Pixel 10 વાપરનારાઓ નેટવર્ક કે Wi-Fi વગર પણ WhatsApp પર વોઈસ અને વીડિયો કોલ કરી શકશે.

whatsapp-scam

કેવી રીતે કામ કરશે?

ગૂગલે જણાવ્યું કે 28 ઓગસ્ટથી આ સુવિધા એક્ટિવ થશે. જ્યારે WhatsApp કોલ સેટેલાઇટ નેટવર્ક પરથી આવશે ત્યારે ફોનના સ્ટેટસ બારમાં સેટેલાઇટનું સિમ્બોલ દેખાશે. કોલ લેવા અને કરવાનો અનુભવ બિલકુલ સામાન્ય નેટવર્ક જેવો રહેશે.

google-pixel-final

શા માટે ખાસ છે આ સુવિધા?

અત્યાર સુધી WhatsApp કોલ માટે મોબાઇલ નેટવર્ક કે Wi-Fi જરૂરી હતું. પરંતું હવે પહેલી વાર ફોનમાં સીધો સેટેલાઇટ કનેક્શન મારફતે વોઈસ અને વીડિયો કોલ શક્ય બનશે. આ ટેક્નોલોજી Google અને Skylo (નૉન-ટેરિસ્ટ્રીયલ નેટવર્ક પ્રોવાઇડર) વચ્ચેની ભાગીદારીથી શક્ય બની છે.

મફતમાં નહીં મળે

શરૂઆતમાં આ સુવિધા માત્ર ચૂંટીંદા કૅરિયર્સ માટે ઉપલબ્ધ રહેશે. યૂઝર્સને તેના માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. એટલે હાલ માટે આ સર્વિસ દરેકને નહીં મળે, પરંતુ ધીમે ધીમે વધારે લોકો સુધી પહોંચાડવાની યોજના છે.

Pixel 10 બન્યો પહેલો ફોન

Pixel 10 સિરીઝ દુનિયામાં પ્રથમ એવો સ્માર્ટફોન બની ગયો છે, જે WhatsApp પર સેટેલાઇટ આધારિત કોલિંગ સપોર્ટ કરે છે. હાલ ફક્ત વોઈસ અને વીડિયો કોલ ઉપલબ્ધ છે. સેટેલાઇટ દ્વારા WhatsApp પર ટેક્સ્ટ મેસેજિંગ ક્યારે શરૂ થશે તેની માહિતી હજી સુધી જાહેર નથી. કોલિંગ સિવાય યૂઝર્સ બિના નેટવર્ક પણ પોતાની લોકેશન શેર કરી શકશે. આ સુવિધા ખાસ કરીને તેવા વિસ્તારોમાં ખુબ મદદરૂપ થશે, જ્યાં મોબાઇલ નેટવર્ક મળતું જ નથી.

આ પણ વાંચો: પ્રસાર ભારતીમાં નોકરી કરવાનો જોરદાર મોકો, જો-જો જતો ના રહે, જાણો પગારધોરણ-લાયકાત

Pixel 10 સાથે WhatsApp નો અનુભવ હવે એક નવા યુગમાં પ્રવેશી ગયો છે. નેટવર્ક ન હોવા છતાં કોલિંગ અને લોકેશન શેરિંગ શક્ય બનશે, ભલે માટે થોડો વધારાનો ખર્ચ કરવો પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GooglePixel10 NewFeatures WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ