બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પ્રસાર ભારતીમાં નોકરી કરવાનો જોરદાર મોકો, જો-જો જતો ના રહે, જાણો પગારધોરણ-લાયકાત

ખાસ કામનું / પ્રસાર ભારતીમાં નોકરી કરવાનો જોરદાર મોકો, જો-જો જતો ના રહે, જાણો પગારધોરણ-લાયકાત

Shilpa Parmar

Last Updated: 03:47 PM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે મીડિયા ફિલ્ડમાં સરકારી જોબ કરવા માંગો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. પ્રસાર ભારતી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. જાણી લો શું છે અરજી પ્રક્રિયા?

પ્રસાર ભારતીએ આકાશવાણીના ન્યૂઝ સર્વિસ ડિવિઝન (NSD) માં અનેક પદો માટે ભરતીની જાહેરાત કરી છે. જો તમે મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા છો અને નવી નોકરીની શોધમાં છો, તો તમારા માટે આ એક ઉત્તમ તક છે.

પ્રસાર ભારતી દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં કોપી એડિટર, એડિટોરિયલ એક્ઝિક્યુટિવ, ગેસ્ટ કો- ઓર્ડીનેટર, ન્યૂઝ રીડર અને ન્યૂઝ રીડર-કમ-ટ્રાન્સલેટર સહિત ઘણા પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે.

આ વેકેન્સીની જાહેરાત પ્રસાર ભારતીની સત્તાવાર વેબસાઈટ prasarbharati.gov.in પર 20 ઓગસ્ટે કરવામાં આવી છે અને અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

JOBS

કેટલા પદો પર થશે ભરતી?

આ ભરતી અભિયાન અંતર્ગત અનેક જગ્યાઓ ભરાશે. પદ પ્રમાણે ભરતીની સંખ્યા આ પ્રમાણે છે:

  • આસિસ્ટન્ટ AV એડિટર – 15
  • કોપી એડિટર – 18
  • કોપી એડિટર (હિન્દી) – 13
  • એડિટોરિયલ એક્ઝિક્યુટિવ (અંગ્રેજી) – 05
  • એડિટોરિયલ એક્ઝિક્યુટિવ(હિન્દી, ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા) – 03
  • ગેસ્ટ કો-ઓર્ડીનેટર – 02
  • ન્યૂઝ રીડર (અંગ્રેજી) – 11
  • ન્યૂઝ રીડર-કમ-ટ્રાન્સલેટર (હિન્દી) – 14
  • ન્યૂઝ રીડર-કમ-ટ્રાન્સલેટર (સંસ્કૃત) – 03
  • ન્યૂઝ રીડર-કમ-ટ્રાન્સલેટર (ઉર્દૂ) – 08
  • રિપોર્ટર (બિઝનેસ) – 02
  • રિપોર્ટર (અંગ્રેજી) – 08
  • રિપોર્ટર (લિગલ) – 03
  • રિપોર્ટર (સ્પોર્ટ્સ) – 02

લાયકાત અને અનુભવ

દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અલગથી નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે અરજદાર પાસે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન સાથે સાઉન્ડ/વીડિયો એડિટિંગ અથવા પત્રકારિતામાં ડિગ્રી/ડિપ્લોમા હોવું જરૂરી છે. ઉપરાંત, ઉમેદવાર પાસે પ્રિન્ટ, ટીવી, રેડિયો અથવા ડિજિટલ મીડિયા ક્ષેત્રે ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે.

jobs-2_Nja5WYM.width-800

વયમર્યાદા અને પગાર

  • વયમર્યાદા – પદ મુજબ 35 થી 40 વર્ષ સુધી
  • પગાર – દર મહિને 30,000 થી 40,000 રૂપિયા
  • પસંદગી પ્રક્રિયા – ટેસ્ટ/ઇન્ટરવ્યૂના આધારે
  • ભરતીનો પ્રકાર – કોન્ટ્રાક્ટ આધારિત

અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ ઉમેદવારોએ prasarbharati.gov.in પર જવું પડશે.
  • ત્યાં આપેલ સંબંધિત ભરતીની લિંક પર ક્લિક કરીને “Apply Online” વિકલ્પ પસંદ કરો.
  • ફોર્મ ખુલ્યા પછી વ્યક્તિગત માહિતી જેમ કે નામ, માતા-પિતાનું નામ, શ્રેણી વગેરે ભરો.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
  • તમામ વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરો.

વધુ વાંચો : PM Fasal Bima Yojana: શું તમારા ખાતામાં પણ વળતરના રૂપિયા ઓછાં આવ્યાં? તો અહીં કરો ફરિયાદ

અરજી કરવાની છેલ્લી તારીખ

જાહેરાત પ્રકાશિત થયાના 15 દિવસની અંદર અરજી કરવી આવશ્યક છે. ભરતી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ પ્રસાર ભારતીની સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government job Prasar Bharati job Media job
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ