બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PFમાંથી રુપિયા માટે લાંબી રાહ નહીં જોવી પડે, મિનિટોમાં 1,00,000 જ ઉપાડી શકાશે!
Last Updated: 01:30 PM, 8 September 2025
EPFO 3.0: દેશના લાખો પગારધારકો માટે એક મોટા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) જલ્દી જ EPFO 3.0 લોન્ચ કરશે. જેમાં PF એટલે કે ભવિષ્ય નિધિ ખાતામાંથી રૂપિયા ઉપાડવા ખૂબ સરળ અને ઝડપી બનશે.
ADVERTISEMENT
પહેલાં PFમાંથી પૈસા ઉપાડવા માટે ઓનલાઈન પોર્ટલ પર જઈને ફોર્મ ભરવું પડતું હતું પછી પૈસા બેંક ખાતામાં આવે તેની રાહ જોવી પડતી હતી. આ પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લેતી અને થકવી દેનારી કંટાળાજનક હતી. પરંતુ હવે EPFO 3.0 હેઠળ સુવિધાઓ ખૂબ જ આરામદાયક બનશે. કર્મચારીઓ UPI એપ દ્વારા કે પછી સીધું ATM કાર્ડમાંથી તેમના PF ખાતામાંથી 1 લાખ રૂપિયા સુધીની રકમ તાત્કાલિક ટ્રાન્સફર કરી શકશે.
નોકરી બદલશો તેની સાથે ટ્રાન્સફર થઈ જશે PF એકાઉન્ટ
ADVERTISEMENT
અત્યાર સુધી એવું હતું કે જો તમે નોકરી બંદળો છો તો તમારે PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે અલગથી અરજી કરવી પડતી હતી. આ પ્રક્રિયામાં પણ સમય લાગતો હતો અને ક્યારેક જટિલ પણ બનતું હતું. પરંતુ EPFO 3.0 માં આ કામ પણ આપમેળે થઈ જશે. જ્યારે પણ તમે નવી કંપનીમાં જોડાઓ છો ત્યારે તમારું પીએફ ખાતું આપમેળે નવા એમ્પ્લોયરના PF ખાતા સાથે લિંક થઈ જશે. આનાથી તમારા પૈસા કોઈપણ મુશ્કેલી વિના ઝડપથી ટ્રાન્સફર થઈ જશે.

ADVERTISEMENT
એપ અને વેબસાઇટ પણ બનશે સરળ
EPFOની વેબસાઇટ અને મોબાઈલ એપમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એટલે કે તણો ઉપયોગ હવે વધુ સરળ થઈ જશે. હવે તમે મોબાઈલ એપથી તમારું એકઉન્ટ બેલેન્સ ચેક કરી શકશો, ક્લેમની સ્ટેટ્સ જોઈ શકશો અને બીજી અન્ય સર્વિસ પણ સરળતાથી મળી શકશે. એટલે કે ટેકનોલોજી એટલી સહજ થઈ જશે કે કોઈપણ સરળતાથી તેમના PF ખાતાને લગતી કોઇપએન જાણકારી તરત જ મેળવી શકશે.
ADVERTISEMENT
પેન્શન સેવામાં પણ આવશે સુધારો
EPFO 3.0 ફક્ત PF ના પૈસા ઉપાડવા પૂરતું સીમિત નથી પરંતુ કર્મચારીઓની પેન્શન સેવાને ડિજિટલ અને પારદર્શક બનાવવાની પણ યોજના છે. આ સાથે પેન્શન સંબંધિત તમામ કામ ઓનલાઈન અને સરળતાથી થશે, જેનાથી કર્મચારીઓને ઓછી મુશ્કેલી પડશે અને તેઓ તેમની સેવાઓ ઝડપથી મેળવી શકશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર, આ કામ ફટાફટ કરી લેજો નહીંતર નહીં આવે 21મો હપ્તો

ADVERTISEMENT
ડિજિટલ વેરિફિકેશન ક્રિયા બનશે સરળ
અત્યાર સુધી આધાર કાર્ડ લિંક કરવામાં કે KYC વેરિફિકેશનમાં ઘણી સમસ્યાઓ હતી. પરંતુ EPFO 3.0 માં ડિજિટલ વેરિફિકેશનની સિસ્ટમ એટલી સરળ હશે કે કર્મચારીઓ સરળતાથી તેમના આધાર અથવા અન્ય ડોક્યુમેન્ટ્સને ઓનલાઈન લિંક કરી શકશે. આ ફેરફારથી PF સંબંધિત ઓનલાઈન સેવાઓ વધુ વિશ્વસનીય અને સરળ બનશે. સાથે જ PF બેલેન્સ બેંક ખાતાની જેમ જ રીઅલ ટાઇમમાં અપડેટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.