બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખરાબ વસ્તુ પધરાવ્યાં બાદ શું દુકાનદાર રિટર્ન લેવાની ના પાડે છે? તો અહીંયા કરો ફરિયાદ

કામની વાત / ખરાબ વસ્તુ પધરાવ્યાં બાદ શું દુકાનદાર રિટર્ન લેવાની ના પાડે છે? તો અહીંયા કરો ફરિયાદ

Last Updated: 01:27 PM, 7 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કસ્ટમર્સના અધિકારને સુરક્ષિત કરવા ગ્રાહક સુરક્ષા કાનૂન બનાવવામાં આવ્યો છે. જેના હેઠળ કોઈ દુકાનદાર ખરાબ સામાન બદલી આપવાનો કે રિફંડ કરવાનો ઇનકાર કરે તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

દિવસ દરમિયાન આપણે મીનીમમ એક વખત તો કોઈ દુકાને વસ્તુ ખરીદવા જઈએ જ છીએ. પરંતુ આજકાલ લોકો ઓનલાઈન પણ સામાન ઓર્ડર કરે છે. પણ મોટા ભાગનો વર્ગ હજુ પણ દુકાનોમાં જાતે જઈનેને સામાન ખરીદે છે. જેમાં ખાદ્ય પદાર્થો હોય કે કપડાં વગેરે કે કોઈ ગેજેટ. પરંતુ ઘણી વખત એવા કિસ્સાઓ પણ બને છે જેમાં દુકાનદાર લોકોને ખરાબ સામાન પધરાવી દેતો હોય છે.

જ્યારે આપણે કોઈ દુકાનમાંથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે ઘણી વખત આપણે તેની એક્સપાયરી ડેટ જોતા નથી, પરંતુ જ્યારે આપણે ઘરે આવીને તે વસ્તુને જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે તે ખરાબ થઈ ગયું છે. આ સ્થિતિમાં લોકો આ ખરાબ થઈ ગયેલ માલ દુકાનદારને પરત કરવા જાય છે, પરંતુ ઘણા દુકાનદારો તેમનો કખરાબ માલ પરત લેવાનો ઇનકાર કરે છે. આ સિવાય અનેક દુકાનદારો પોતાની દુકાનો પર એવું પણ લખીને રાખે છે કે વેચાયેલો માલ પરત લેવામાં નહીં આવે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને ખરાબ વસ્તુ દુકાનદારને પરત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તો ચાલો જાણીએ કે તેનો નિયમ શું કહે છે.

  • રિટર્ન કે રિફંડ તમારો અધિકાર
    જો કોઈ દુકાનદાર તમને ખરાબ સામાન આપે અથવા સામાન ખામીયુક્ત નીકળે તો દુકાનદારે તે માલ પાછો લેવો પડે છે અને બદલામાં તમને સારો સામાન આપવાનો રહે છે અથવા તમને પૈસા પાછા આપવાના રહે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ ગ્રાહકને ખરાબ અને ક્ષતિગ્રસ્ત ઉત્પાદનો માટે રિપ્લેસમેન્ટ અથવા રિફંડ મેળવવાનો અધિકાર છે.
app promo6
  • આ રીતે કરી શકો છો ફરિયાદ

કોઈપણ સામાન પાછો ન લેવો અથવા જાણી જોઈને ગ્રાહકોને ખરાબ માલ આપવો વગેરે, આમ કરવું ગ્રાહક કાયદાનું ઉલ્લંઘન છે. આથી તમે આ અંગે નેશનલ કન્જ્યુમર હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકો છો. તમે 1800 114000 નંબર પર કૉલ કરી શકો છો અથવા તમે 1915 નંબર પર પણ કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

  • ઓનલાઈન પણ કરી શકાય છે ફરિયાદ

જો તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માંગતા હોવ તો તમે તે પણ કરી શકો છો. આ માટે તમારે CPGRAMS ના સત્તાવાર પોર્ટલ https://pgportal.gov.in/ ની મુલાકાત લેવી પડશે. તમે તેની એપની પણ મુલાકાત લઈ શકો છો અને પછી ત્યાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

વાંધો વાંચો :લોન લેનાર વ્યક્તિનું મોત થાય, તો બેંકના હપ્તા કોને ભરવા પડે? જાણો નિયમો


  • ઑફલાઇન પણ છે ઓપ્શન

જો તમે ઇચ્છો તો તમે જિલ્લા ગ્રાહક ફોરમમાં ઑફલાઇન તમારો કેસ દાખલ કરી શકો છો. અહીંયા ફક્ત 2 લાખ રૂપિયા સુધીના કેસોની સુનાવણી થાય છે. તમારે દરેક દસ્તાવેજોની પણ જરૂર પડશે. જો ફરિયાદ સાચી હોવાનું જણાય તો રિફંડ સિવાય તમે રિપ્લેસ કરેલ પ્રોડક્ટ અને અલગથી વળતર પણ મેળવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Consumer Rights Shopkeeper Consumer Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ