બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આરોગ્ય / લોન લેનાર વ્યક્તિનું મોત થાય, તો બેંકના હપ્તા કોને ભરવા પડે? જાણો નિયમો

કામની વાત / લોન લેનાર વ્યક્તિનું મોત થાય, તો બેંકના હપ્તા કોને ભરવા પડે? જાણો નિયમો

Last Updated: 08:23 PM, 6 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે આપણે લોન લઈએ છીએ ત્યારે બેંક અનેક ડોક્યુમેન્ટની કાર્યવાહી કરે છે. જેમાં લોન ભરવાની શરતો પણ સામેલ હોય છે. એવામાં સવાલ થતો હોય છે કે, લોન બાકી હોય ત્યારે લોન લેનારનું અવસાન થઈ જાય ત્યારે લોનનું શું થાય છે?

અત્યારના જમાનામાં કાર, મોબાઈલ ફોન અને અન્ય કિંમતી વસ્તુઓ હપ્તા પર ખરીદવી સામાન્ય બાબત બની ગઈ છે. લોકો બેંકોમાંથી લોન લઈને પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. લોન આપતા પહેલા બેંક વ્યક્તિની ક્રેડિટ હિસ્ટરી, આવકનો સ્ત્રોત અને રીપેમેન્ટ કેપેસિટી ધ્યાનમાં લે છે જેથી જવાબદાર વ્યક્તિ સમયસર લોનના હપ્તા ચૂકવી શકે. પરંતુ આ કિસ્સામાં જો લોન લેનાર વ્યક્તિ લોન ચુકવણીના સમયગાળા દરમિયાન મૃત્યુ પામે તો લોનની જવાબદારી કોણ લેશે તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ બેંક પાસેથી લોન લે છે ત્યારે તે કાનૂની કરાર કરે છે કે તે નિર્ધારિત સમયમાં વ્યાજ સહિત લોનની રકમ ચૂકવશે. પરંતુ જો કોઈ કારણોસર લોન લેનારનું મૃત્યુ થાય તો પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે લોન કોણ ચૂકવશે? શું બેંક લોન માફ કરી દેશે? શું તે પરિવારને ભરવાની રહે છે ? અહીં આપણે આ સ્થિતિને વિગતવાર સમજીએ.

app promo6
  • લોન લેનારના મૃત્યુ બાદ લોન કોણ ચૂકવે છે?

જો તે સમયગાળા દરમિયાન લોન લેનારનું મૃત્યુ થાય તો લોન ચૂકવવાની જવાબદારી પરિવારના કોઈપણ સભ્ય પર આવતી નથી. બેંક પહેલા ખાતરી કરે છે કે લોન લેતી વખતે ગેરંટર અથવા કો એપ્લીકેંટ કોણ હતું. ત્યાર બાદ જ બેંક તેના ગેરંટર અથવા કો એપ્લીકેંટનો સંપર્ક કરે છે.

વધુ વાંચો : PhonePe યુઝર્સની બલ્લે બલ્લે! હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો UPI પેમેન્ટ

  • શું છે બેંકના નિયમો અને કાનૂન ?

જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો સંબંધિત બેંક પહેલા કો-એપ્લીકેંટનો સંપર્ક કરે છે. ઘણીવાર કો-એપ્લીકેંટનું નામ હોમ લોન, એજ્યુકેશન લોન અથવા સંયુક્ત લોનમાં નોંધાયેલું હોય છે. જો કો-એપ્લીકેંટ લોન ચૂકવવામાં અસમર્થ હોય તો બેંક ગેરંટરનો સંપર્ક કરે છે. ત્યાર બાદ જો ગેરંટર પણ લોન ચૂકવવામાં અસમર્થ હોય તો બેંક મિલકતની હરાજી કરીને લોન વસૂલ કરે છે. જો લોન લેનાર વ્યક્તિએ લોન વીમો લીધો હોય તો લોન વીમા કંપની હપ્તા ચૂકવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Co Applicant Banking Bank Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ