બ્રેકિંગ ન્યુઝ
VTV / Relationship / use this tips and be a good friend of your daughter
ADVERTISEMENT
ખુલીને જીવવાની આઝાદી
મોટાભાગે દીકરીઓને માટે અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવે છે. શું પહેરવું, ક્યારે ઘરની બહાર જવું, કોની સાથે જવું વગેરે...જો તમે આ નિયમોને આધીન દીકરીઓને રાખશો તો તેઓ તેમની જીંદગી સારી રીતે જીવી શકશે નહીં. તેને તેની મરજીથી જીવવા દો. તમે ફક્ત તેના સારા દોસ્ત બનો.
ADVERTISEMENT
મુક્ત મને વાત કરો
મોટાભાગે મિડલ ક્લાસ સોસાયટીમાં લોકો પોતાની દીકરીઓથી વાતો છૂપાવે છે. આમ કરવાથી તમારી રિલેશનશીપમાં અંતર આવી જાય છે. આ માટે દરેક પિતાએ પોતાની દીકરી સાથે દરેક મુદ્દે ખુલીને વાત કરવી જોઈએ. તેનાથી પરસ્પરની આત્મીયતા વધે છે.
ADVERTISEMENT
દીકરીને આપો સ્પેશ્યિલ ગિફ્ટ
દીકરીની સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે અને તેને ખુશ રાખવા માટેની તમામ કોશિશ કરો. ક્યારેક તેને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપો. તેનાથી તમારી વચ્ચેનું અંતર ઘટશે અને તમે એકમેકના સારા મિત્ર બની શકશો.
ADVERTISEMENT
લોકોની ટીકાથી દીકરીને બચાવો
જો તમે એક દીકરીના પિતા છો તો તમે જાણ્યું હશે કે સમાજ કે પડોશીઓને તમારા કરતાં તમારી દીકરીની વધારે ચિંતા હોય છે. તેઓ અનેક પ્રકારની વાતો કરતાં રહે છે. આ સમયે તમે તેને ધ્યાનમાં ન લેતાં તમારી દીકરી સાથે જ વાત કરો અને તેને જરૂરી તમામ માહિતી આપો.
ADVERTISEMENT
દીકરીઓને સલાહ આપવી જરૂરી
ઘરના પર્સનલ નિર્ણયોમાં દીકરાની સાથે દીકરીની સલાહને પણ મહત્વ આપો. તેને દૂર રાખવી તે ખોટું છે. તેનાથી તેને પણ સારું લાગશે અને તેને પોતાનામાં આત્મવિશ્વાસ વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.