બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / USA planning to celebrate National Day on 15 th August, Pakistani people are talking to celebrate black day on 14th august

એવું તો શું બન્યું? / 15 ઓગસ્ટ પહેલા ભારતનો મોટો ધડાકો, કંપી ઉઠ્યું પાકિસ્તાન, આખા દેશમાં મચી ચહલપહલ

Vaidehi

Last Updated: 08:00 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ભારતની ગાઢ મિત્રતા જોઈને પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો. USA સંસદમાં 15 ઑગસ્ટનાં દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવાની માંગ ઊઠી.

  • અમેરિકા-ભારતની મિત્રતાથી પાક. થયું ચિંતિત
  • અમેરિકાનાં સંસદમાં ભારતીય સ્વતંત્રતા દિન ઊજવવાની માંગ
  • 15 ઑગસ્ટનાં દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવાની માંગ

અમેરિકાથી આવેલી અને પાકિસ્તાનમાં વાયરલ થઈ રહેલી 2 ખબરનાં લીધે પાડોશી દેશની ચિંતામાં વધારો થઈ ગયો છે. અમેરિકામાં એક ભારતીય મૂળનાં સાંસદે અમેરિકી સંસદમાં 15 ઑગસ્ટને National Day Celebration જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બીજી તરફ ભારતમાં અમેરિકી સાંસદોનું એક જૂથ ભારતનાં આઝાદીનાં દિવસની ઊજવણીમાં જોડાવા દેશમાં આવી રહ્યાં છે .જ્યારે પાકિસ્તાનની હાલત ખરાબ છે કારણકે ત્યાંનાં લોકો 14 ઑગસ્ટ એટલે કે પોતાની આઝાદીનાં દિવસે બ્લેક ડે ઊજવવાની તૈયારી કરી રહ્યાં છે.

પાકિસ્તાનનાં યૂટ્યૂબરે કરી વાત
પાકિસ્તાની યૂટ્યૂબર સના અમઝદે કહ્યું કે USનાં લોમેકર્સે એક રિઝોલ્યુશન પાસ કર્યું છે. 15 ઑગસ્ટનાં ભારતનાં સ્વતંત્રતા દિવસ પર USAમાં નેશનલ ડે સેલિબ્રેટ કરવામાં આવશે જે ભારત માટે સમ્માનની વાત છે. જ્યારે પાકિસ્તાનીઓ કહે છે કે તેઓ 14 ઑગસ્ટનાં સ્વતંત્રતા દિવસ ઊજવવાની જગ્યાએ બ્લેડ ડે સેલિબ્રેટ કરશે. 

પાકિસ્તાનની ચિંતામાં વધારો
આ વર્ષે જૂનમાં વ્હાઈટ હાઉસથી આવેલાં અમેરિકા અને ભારતની મિત્રતાનાં ફોટો વાયરલ થયાં હતાં. આ ફોટોઝમાં મોટી સંખ્યામાં ભારતીયોને વ્હાઈટ હાઉસમાં જોઈને પાકિસ્તાન કંપી ઊઠ્યું હતું. પરંતુ હવે જ્યારે પાકિસ્તાનીઓને ખબર પડી છે કે અમેરિકાનાં સંસદમાં ભારતનાં સ્વતંત્રતા દિવસને ત્યાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને અમેરિકામાં ભારતીયોનો અવાજ બનેલ અમેરિકી સાંસદ 15 ઑગસ્ટનાં ભારત આવી રહ્યાં છે ત્યારથી પાકિસ્તાનીઓને લાગી રહ્યું છે કે હવે તેમની સામે 1 નહીં પરંતુ 2 મોટા શક્તિશાળી દેશ આવીને ઊભા છે.પાકિસ્તાનીઓ એવું પણ માને છે કે આજનાં સમયમાં અમેરિકામાં ભારત એટલું મજબૂત થઈ ગયું છે કે ઈન્ડિયનસ ત્યાંની વિવિધ પોલિસી પર પણ અસર પાડી રહ્યાં છે. આ જ કારણે અમેરિકન્સ માટે પણ 15 ઑગસ્ટનો દિવસ ખાસ થઈ ગયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ