બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / usa cold waves storm 3 indian americans die after falling

તબાહી / અમેરિકામાં જામી ગયેલ તળાવ પર આંટો મારી રહેલ ત્રણ ભારતીયોના મોત, કારણ ચોંકાવનારું

Kishor

Last Updated: 07:45 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં બરફના વાવાઝોડાને લઈને વિનાશ વેરાયો છે ત્યારે આ દરમિયાન દુર્ઘનામાં 3 ભારતીયોના થીજી જવાથી મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે.

  • અમેરિકામાં બરફના વાવાઝોડાએ મચાવી તબાહી
  • 3 ભારતીઓના મોતથી અરેરાટી
  • બરફ તૂટવાની દુર્ઘટનાને લઈ 3 ભારતીઓના મોત

અમેરિકામાં બરફના વાવાઝોડાએ તબાહી મચાવી છે. આ દરમિયાન એક મોટો અકસ્માત બનતા ત્રણ ભારતીઓના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે. આ અંગેની વિગત એવી છે કે 26 ડિસેમ્બરની સાંજે એરિઝોનાના કોકોનિનો કાઉન્ટીમાં વુડ્સ કેન્યોન લેક ખાતે દુર્ઘટના બની હતી. એરિઝોનના આ થીજી ગયેલા તળાવ પર ફરતી વખતે બરફ તૂટવાની દુર્ઘટના બની હતી. જેના કારણે લોકો ઠંડા પાણીમાં ગરકાવ થયા હતા . 

મૃતકો ચાંડલર એરિઝોનામાં રોકાયા હતા

આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલીક દોડી ગઈ હતી. જ્યા સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢી ઓળખ કરવામાં આવી છે. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર, નારાયણ મુદ્દાના અને ગોકુલ મેડિસેતી તેમજ હરિથા મુદ્દાના નામની મહિલાનું પાણીમાં ગરકાવ થવાથી મોત નિપજયા છે જે તમામ મૃતકો ચાંડલર એરિઝોનામાં રોકાયા હોવાનું પણ બહાર આવ્યું છે.

બે કલાક બાદ મળ્યા મૃતદેહ

વધુમાં સત્તાવાર રીતે જાહેર થયા પ્રમાણે પોલીસે હરિથા નામની મહિલાને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી હતી. જે બાદ રેસ્ક્યુ ટીમે તેનો જીવ બચાવવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લીધા હતા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નિવડતા મહિલાનો મોત થયું હતું. ત્યારબાદ અકસ્માતે તળાવમાં પડેલા નારાયણ અને ગોકુલની શોધ ખોળ શરૂ કરવામાં આવી હતી, જેમના મૃતદેહ એક દિવસ પછી મળી આવ્યા હતા. 

અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોતની આશંકા

ઉલ્લેખનિય છે કે અમેરિકામાં બરફનું તોફાન આર્કટિક ડીપ ફ્રીઝના કારણે આવ્યું છે. આ બરફના તોફાનના કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં લગભગ 50થી વધુ લોકોના મોત થયા છે. ઠંડીના કારણે અનેક પ્રાંતોમાં ફ્લાઈટ અને ટ્રેનો પણ રદ કરવાની નોબત આવી છે. એટલું જ નહીં, ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ પર બરફ જમા થવાને કારણે ટ્રાફિકને અસર થઈ રહી હોવાનું પણ બહાર આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ