બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / USA Army helicopter crashes in Australia: 20 soldiers on board for military training

BIG NEWS / USA આર્મીનું હેલિકોપ્ટર ઓસ્ટ્રેલીયામાં ક્રેશ: સૈન્ય અભ્યાસ માટે 20 સૈનિકો હતા સવાર

Priyakant

Last Updated: 01:56 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Military Chopper Crashed News: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે રવિવારે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ

  • ઓસ્ટ્રેલિયામાં યુએસ આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ
  • મિલિટરી એક્સરસાઇઝમાં સામેલ 20 યુએસ મરીન હતા સવાર 
  • ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન બની દુર્ઘટના 

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે રવિવારે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ ઘટના ડાર્વિનની ઉત્તરે તિવી ટાપુઓ પર બની હતી. ઓસ્ટ્રેલિયન સંરક્ષણ પ્રવક્તાને ટાંકીને એક ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, એક્સરસાઇઝ પ્રિડેટર રન-2023 દરમિયાન અકસ્માત થયો હતો. 

યુ.એસ., ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ, તિમોર-લેસ્ટે અને ઇન્ડોનેશિયાના 2,500 થી વધુ સૈનિકો તિવી ટાપુઓ પરની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. સ્થાનિક મીડિયામાં દુર્ઘટના વિશેના પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આપાતકાલીન સેવાઓને સ્થાનિક સમય અનુસાર સવારે 9.43 વાગ્યે હેલિકોપ્ટર દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી. 

આ દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર મહત્તમ ધ્યાન રહે છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટ કંપનીએ કોઈ જાનહાનિની ​​જાણ કરી ન હતી, જોકે અન્ય એક ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, કેટલાક સૈનિકો હજુ પણ ગુમ છે. એક અહેવાલ મુજબ ક્રેશ સ્થળ પરથી અનેક મરીનને બચાવી લેવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ