બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:47 PM, 16 February 2024
અમેરિકામાં ભારતીયોની વસ્તી મોટી સંખ્યામાં છે. ભારતીય લોકો અને ભારતીય મૂળના લોકો હવે અમેરિકાની સરકારની વ્યવસ્થા, સ્થાનિક તંત્રનો પણ ભાગ બની રહ્યા છે. ત્યારે અમેરિકામાં વધુ એક ભારતીય મૂળની મહિલાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય મૂલના અમેરિકન મહિલા મીરા જોશીને મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી એટલે કે એમટીએના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે મીરા જોશીને આ પોઝિશન માટે નોમિનેટ કર્યા છે.
મીરા જોશી એટર્ની હોવાની સાથે સાથે ન્યૂયોર્કના ડેપ્યુટી મેયર પણ છે. મીરા જોશી ડેપ્યુટી મેયરનું પદ 2022ના જાન્યુઆરી મહિનાથી સંભાળી રહ્યાં છે. હવે તેઓ ન્યૂયોર્ક શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ અને ક્લાઈમેટ પોર્ટફોલિયોની જવાબદારી પણ સંભાળશે. આ ઉપરાંત એરિક એડમ્સે ન્યૂયોર્ક ડિપાર્ટમેન્ટ ઓફ સિટી પ્લાનિંગ અને સિટી પ્લાનિંગ કમિશનના અધ્યક્ષ ડૈન ગારોડનિકને પણ નોમિનેટ કર્યા છે.
કોણ છે મીરા જોશી?Indian American Meera Joshi named to serve on NYC's MTA Board - indica News - indica News https://t.co/Xj4Y3qfCyl #NewYork #Transit #MTA #LIRR #MetroNorth #NYC
— MyTransit (@MyTransit) February 13, 2024
ADVERTISEMENT
મીરા જોશીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. આ ઉપરાંત ન્યૂયોર્ક શહેરમાં ક્રાઉડ મેનેજમેન્ટની પોલિસી તૈયાર કરવામાં પણ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સના કહેવા પ્રમાણે ડેપ્યુટી મેયર મીરા જોશી અને ડિરેક્ટર ગારોડનિક MTAના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અને ન્યૂયોર્કની જનતાને સુરક્ષિત તેમજ વિશ્વસ્તરીય ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવા માટે સૌથી યોગ્ય વ્યક્તિઓ છે.
જ્યારે આ મામલે મીરા જોશીનું કહેવું છે કે ન્યૂયોર્ક શહેરને તેના પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કરતા વધારે કોઈ પણ મુદ્દો અસર કરી શકે તેમ નથી. ન્યૂયોર્ક માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ કરોડરજ્જુ સમાન છે, અને શહેરની અર્થવ્યવસ્થા પણ તેના પર જ ટકેલી છે.
ADVERTISEMENT
એરિક એડમ્સના એડમિનિસ્ટ્રેશનમાં સામેલ થતા પહેલા મીરા જોશી અમેરિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં ફેડરલ મોટર કેરિયર સેફ્ટી એડમિનિસ્ટ્રેશનમાં સામેલ હતા. તેમને બાઈડેન સરકાર તરફથી સીધા જ આ પોસ્ટ પર અપોઈન્ટ કરવામાં આવ્યા હતા. આ એજન્સી ઈન્ટરસ્ટેટ ટ્રેકિંગ પર ધ્યાન આપે છે. આ રોલમાં કામ કરવા દરમિયાન મીરા જોશીએ રોડ સેફ્ટી અને ટ્રક ડ્રાઈવરો માટે જરૂરી સુધારા કર્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.