બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / A big statement from the White House regarding the attack on Indian students in America

પ્રતિક્રિયા / 'આ હિંસા અસ્વીકાર્ય', અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર કરાતા હુમલાને લઇ વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 12:42 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Statement Attacks on Indian Students Latest News: વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું છે કે, હિંસા કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં

  • અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર તાજેતરમાં થયેલા હુમલાની વ્હાઈટ હાઉસે નિંદા કરી
  • હિંસા કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં:  વ્હાઇટ હાઉસ પ્રવક્તા જોન કિર્બી
  • હિંસાને યોગ્ય ઠેરવવા માટે કોઈ દલીલ સ્વીકારી શકાય નહીં:  વ્હાઇટ હાઉસ પ્રવક્તા જોન કિર્બી

US Statement Attacks on Indian Students : અમેરિકાના જુદા જુદા ભાગોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર તાજેતરમાં થયેલા હુમલાની વ્હાઈટ હાઉસે  નિંદા કરી છે. વાત જાણે એમ છે કે, વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું છે કે, હિંસા કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. જ્યારે ભારતીય અમેરિકન સમુદાય અને ભારતીય સમુદાયના વિદ્યાર્થીઓ પર હુમલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કિર્બીએ મીડિયાને કહ્યું કે, હિંસાને યોગ્ય ઠેરવવા માટે કોઈ દલીલ સ્વીકારી શકાય નહીં. આને ધર્મ-લિંગ કે અન્ય કોઈ આધાર પર સ્વીકારી શકાય નહીં. અમેરિકામાં આ અસ્વીકાર્ય છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ અને તેમનું વહીવટીતંત્ર આવા હુમલાઓને રોકવા માટે ખૂબ જ ખંત અને ગંભીરતાથી કામ કરી રહ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓને આવા હુમલા ટાળવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ છે કે, જો કોઈ આવી હિંસા કરે છે અથવા નુકસાન પહોંચાડવાનો ઈરાદો ધરાવે છે તો તેને કાયદાકીય રીતે જવાબદાર ગણવામાં આવે. અહેવાલો અનુસાર છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર ભારતીય અમેરિકન વિદ્યાર્થીઓએ હુમલામાં જીવ ગુમાવ્યો છે.

વિદ્યાર્થી વિવેક સૈનીની કરાઇ હતી હત્યા
નોંધનિય છે કે, જાન્યુઆરીમાં જ્યોર્જિયાના લિથોનિયામાં ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીની એક પાગલ યુવકે હત્યા કરી હતી. અભ્યાસની સાથે સૈની એક સ્ટોરમાં પણ કામ કરતો હતો. જ્યારે વિદ્યાર્થી સૈયદ મઝહિર અલી પર આ મહિને હુમલો થયો હતો. ઇલિનોઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર અકુલ ધવન અને પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલ આચાર્યનું ગયા જાન્યુઆરીમાં અવસાન થયું હતું. આ મહિને ઓહાયોમાં વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીની લાશ મળી આવી હતી.

વધુ વાંચો: જાપાન-બ્રિટન મંદીમાં, અમેરિકા દેવાથી બેહાલ, તો શું હવે ભારત બનશે ગ્લોબલ ઇકોનોમીનું લિડર?

વિદ્યાર્થીઓ ગભરાટમાં
ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અને મૃત્યુને કારણે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ ગભરાટમાં છે. તેઓ ભયના છાયા હેઠળ જીવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 8 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા પાંચ ભારતીય વિદ્યાર્થીઓ છે. તેમાં ભારતીય પ્રવાસી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ પાંચમાંથી બે ભારતના નાગરિક છે અને બાકીના ત્રણ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ