બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Urfi Javed's health deteriorated, hospitalized, said - I have a lot of time here

મનોરંજન / બૉલીવુડની આ અભિનેત્રીની અચાનક તબિયત થઈ ખરાબ - ફોટો શેર કરીને બોલી, 'ઘણો સમય છે.. '

Megha

Last Updated: 12:29 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અચાનક તબિયત લથડતા તેને તુરંત કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી હતી. જો કે હાલ તેની તબિયત ઠીક છે પણ..

  • હોસ્પિટલથી તસવીર શેર કરી જે હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
  • હાલ જ એક શો માં રણવીર સિંહે તેમના વખાણ કર્યા હતા

સોશ્યલ મીડિયા પર ઘણી છવાયેલ અભિનેત્રી ઉર્ફી જાવેદને તો બધા લોકો જાણે જ છે. તેની સ્ટાઈલ અને કપડાંને કારણે ઘણી ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદને ઘણી વખત ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે. પણ ઉર્ફી જાવેદને આ કોઇથી વધુ ફરક પડતો નથી. તે પોતાની ધૂનમાં મસ્ત રહે છે. હાલ ઉર્ફી જાવેદ તેના કપડાંને કારણે નહીં પણ બીજા કારણે ચર્ચાનો વિષય બની છે. હાલ તે હોસ્પિટલમાં એડમિટ છે. તેની તબિયત ઠીક ન હોવાને કારણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદને છેલ્લા બે-ત્રણ દિવસથી ઘણી ઊલટી થઈ રહી હતી અને સાથે જ ઘણો તાવ પણ આવ્યો હતો. અચાનક તબિયત લથડતા તેને તુરંત કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી હતી. જો કે હાલ તેની તબિયત ઠીક છે પણ તે હજુ હોસ્પિટલમાં એડમિટ છે અને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એ પછી કોઈ તારણ બહાર આવશે. 

હોસ્પિટલથી શેર કરી તસવીર
ઉર્ફી જાવેદે હોસ્પિટલથી તેની તસવીર શેર કરી છે જે હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેની સામે ખાવાનું પડ્યું છે અને તે મોઢું બનાવી રહી છે સાથે જ તેને એક લાઇન પણ લખી છે કે ' જ્યારથી અહિયાં છે તેની પાસે ઘણો સમય છે. તેની સાથે આવું એટલા માટે થયું કારણકે તે તેના સ્વાસ્થ્યનું ધ્યાન નહતી રાખતી. તેને ઇગ્નોર કરી રહી હતી અને એટલા માટે આજે હોસ્પિટલમાં એડમિટ છે. 

હાલ આ તસવીર જોઈને લોકો તેના સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે સાથે જ ઘણા લોકો એમન પણ કહી રહ્યા છે કે હોસ્પિટલમાં શાંતિથી બેસો. ઘણા લોકો તેના આ ફોટાને પણ ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. 

રણવીર સિંહે કર્યા હતા વખાણ 
તમને જણાવી દઈએ કે હાલ જ એક શો માં રણવીર સિંહે તેમના વખાણ કર્યા હતા સાથે જ ફેશન ડીજાઈનર મસાબા ગુપ્તાએ પણ તેની ફેશન સેન્સની ખૂબ પ્રશંસા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ