બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Politics / Uproar in Parliament over security lapse, TMC MP Derek O'Brien suspended

BIG NEWS / સુરક્ષા ચૂક મામલે સંસદમાં ભારે ઉહાપોહ, TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન સસ્પેન્ડ, બંને સદન સ્થગિત કરવા પડ્યા, થયું શું?

Priyakant

Last Updated: 12:53 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMC MP Derek O' Brien Suspend Latest News: રાજ્યસભાના અધ્યક્ષના જણાવ્યા અનુસાર ડેરેક ઓ'બ્રાયન ગૃહના વેલમાં ઘૂસી ગયા, સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી ખોરવી નાખી......

  • રાજ્યસભા ગૃહથી મોટા સમાચાર સામે આવ્યા 
  • TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયન સસ્પેન્ડ
  • 'અનાદરપૂર્ણ વર્તન'ને લઈ શિયાળુ સત્રના બાકીના ભાગ માટે સસ્પેન્ડ 

TMC MP Derek O' Brien Suspend : રાજ્યસભાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાએ TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયનને શિયાળુ સત્રના બાકીના ભાગ માટે 'અનાદરપૂર્ણ વર્તન' માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજ્યસભાના અધ્યક્ષના જણાવ્યા અનુસાર ડેરેક ઓ'બ્રાયન ગૃહના વેલમાં ઘૂસી ગયા, સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી ખોરવી નાખી. તેથી તેમને સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  

લોકસભામાં પણ વિપક્ષી સાંસદોનો હંગામો 
આ પહેલા લોકસભામાં પણ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ગૃહમાં અરાજકતા ન ફેલાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલની ઘટનાની જવાબદારી લોકસભા સચિવાલયની છે. લોકસભાના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે. હું તમારી સાથે બેસીને ચર્ચા કરીશ. ગઈકાલે પણ ચર્ચા કરી હતી. ફરી ચર્ચા કરશે. સરકારને આની સાથે કોઈ લેવાદેવા નથી.

ઓમ બિરલાએ કહ્યું કે, સરકાર સચિવાલયના કામમાં હસ્તક્ષેપ કરતી નથી અને અમે તેને મંજૂરી આપીશું નહીં.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટનાની નિંદા કરી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સંસદની સુરક્ષામાં ક્ષતિ અંગે લોકસભામાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ગઈકાલની ઘટનાની દરેકે નિંદા કરી છે. તમે (સ્પીકરે) તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આપણે બધા સાંસદોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે એવા લોકોને પાસ ન આપીએ જે બિલ્ડિંગની અંદર અરાજકતા ફેલાવી શકે. તમે તાત્કાલિક નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. જે અન્ય પગલાં લેવા જોઈએ તે પણ લેવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. આપણે ઘટનાની નિંદા કરવી જોઈએ. હવે ગૃહની અંદર અરાજકતાની સ્થિતિ ઊભી કરવા માટે કોઈ વ્યાજબી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ