બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / UP received an investment proposal of 25 thousand crores before the road show of GIS in Gujarat

તૈયારી / ગુજરાતમાં GISના રોડ શો પહેલા UPને મળ્યો 25 હજાર કરોડના રોકાણનો પ્રસ્તાવ, અમૂલ કરશે બાગપતમાં ઈન્વેસ્ટમેન્ટ

Priyakant

Last Updated: 10:19 AM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ સરકારને ગુજરાતના અમદાવાદમાં GIS રોડ શો પહેલા જ મળી મોટી સફળતા, ટોરેન્ટ ફાર્મા અને અમૂલ ઇન્ડિયાએએમઓયુ પર કર્યા હસ્તાક્ષર

  • ઉત્તર પ્રદેશ સરકારને અમદાવાદમાં GIS રોડ શો પહેલા જ મોટી સફળતા
  • ઉત્તર પ્રદેશ સરકારને 25 હજાર કરોડના રોકાણની દરખાસ્તો મળી
  • ટોરેન્ટ ફાર્માએ રૂ. 24,000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા 
  • અમૂલ ઇન્ડિયાએ રૂ. 1,000 કરોડના એમઓયુ પર કર્યા હસ્તાક્ષર 
  • આજે અમદાવાદમાં બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટિંગ અને રોડ શો 

ઉત્તર પ્રદેશ સરકારને ગુજરાતના અમદાવાદ GIS રોડ શો પહેલા જ મોટી સફળતા મળી છે. ઉત્તર પ્રદેશ સરકારને 25 હજાર કરોડના રોકાણની દરખાસ્તો મળી છે. તેમાંથી ટોરેન્ટ ફાર્માએ રૂ. 24,000 કરોડના એમઓયુ અને અમૂલ ઇન્ડિયાએ રૂ.1,000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. અમૂલ ઈન્ડિયા પશ્ચિમ યુપીમાં બાગપત ખાતે નવો પ્લાન્ટ સ્થાપશે. 

અમૂલ ઈન્ડિયાનો આ નવો ડેરી પ્લાન્ટ
અમૂલ ઈન્ડિયાનો આ નવો ડેરી પ્લાન્ટ 800 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવશે. 100 કરોડના રોકાણ સાથે દૂધ સંગ્રહ એકમની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. આ પ્લાન્ટમાં રોજની 10 લાખ લીટરની ક્ષમતા વધારીને 25 લાખ લીટર પ્રતિદિન દૂધ સંગ્રહ કરવામાં આવશે. અમૂલનો દાવો છે કે આનાથી બે લાખ ખેડૂતોને ફાયદો થશે અને 4500 લોકોને રોજગાર મળશે. 

મહત્વનું છે કે, ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ માટે રોકાણને આમંત્રિત કરવાના સંદર્ભમાં રાજ્ય સરકારની ટીમ ગુરુવારે સાંજે ગુજરાત પહોંચી હતી. મુખ્યમંત્રીના સલાહકાર અવનીશ અવસ્થી અને જ્ઞાનેન્દ્ર નાથ સિંહ ટોરેન્ટ ફાર્માના અધિકારીઓને મળ્યા હતા . 

આજે GISનો રોડ શો  
રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના એસીએસ નવનીત સેહગલે ટ્રાન્સસ્ટેડિયા ગ્રુપ અને અમૂલ ગ્રુપના સીઈઓ જયન મહેતા સાથે મુલાકાત કરી હતી. આ પછી મહેતાએ બાગપતમાં અમૂલનો નવો પ્લાન્ટ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો.

જાહેર બાંધકામ મંત્રી જિતિન પ્રસાદ, ઉર્જા મંત્રી અરવિંદ કુમાર શર્મા અને સહકારી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) જેપીએસ રાઠોડ અને અધિકારીઓની ટીમ આજે એટલે કે શુક્રવારે અમદાવાદમાં બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટિંગ અને રોડ શો કરશે અને રોકાણકારોને રાજ્યમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરશે.

આ કંપનીઓએ પણ કર્યું રોકાણ 
અગાઉ સિટી ગોલ્ડ કોર્પોરેશને ઉત્તર પ્રદેશમાં સિમેન્ટ અને ઇથેનોલ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે રૂ. 26,000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. બીજી તરફ, નેક્સજેન એનર્જિયાએ ઉત્તર પ્રદેશમાં ગ્રીન એનર્જી સેટઅપ સ્થાપવા માટે 15,000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. હલ્દીરામ ગ્રુપના સંજય સિંઘાનિયાએ 1300 કરોડના, વરુણ બેવરેજના કમલેશ જૈને 3400 કરોડના, ડીએસ ગ્રુપના એમડી એમએલ જયસ્વાલ સાથે 3000 કરોડના, નિદાન ડાયગ્નોસ્ટિક સેન્ટરે 750 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ