બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Uorfi Javed wore a dress weighing 100 kg video viral people gave such reactions
Megha
Last Updated: 01:55 PM, 14 April 2024
Uorfi Javed Dress: ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ હંમેશા પોતાની ફેશન સેન્સના કારણે હેડલાઇન્સમાં આવે છે. ઘણી વખત તેના વિચિત્ર ડ્રેસને કારણે તેને ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. 'બિગ બોસ'માં જોવા મળેલી ઉર્ફી ફરી એકવાર તેના નવા ડ્રેસને લઈને ચર્ચામાં આવી છે.
ક્યારેક ઉપર ફેન પહેરીને તો ક્યારેક સિલિકોન ડ્રેસ પહેરીને ઉર્ફી પેપરાઝીની સામે પોઝ આપતી જોવા મળતી ઉર્ફીને તેના વિચિત્ર ડ્રેસને કારણે ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. એવામાં ઉર્ફી ફરી એકવાર તેના નવા ડ્રેસને લઈને ચર્ચામાં આવી છે. તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી તેના નવા આઉટફિટમાં જોવા મળી રહી છે. ઉર્ફીનો ડ્રેસ બનાવવામાં 2-3 મહિનાનો સમય લાગ્યો હતો.
ADVERTISEMENT
આ વખતે ઉર્ફી જાવેદનો ડ્રેસ કાપડનો બનેલો છે પરંતુ તેનું વજન 100 કિલો છે. અભિનેત્રીએ 100 કિલો વજનનો ડ્રેસ પહેરીને બધાને ચોંકાવી દીધા છે. આ હેવી ડ્રેસ પહેર્યા બાદ ઉર્ફીએ ટ્રકનો સહારો લેવો પડ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ વીડિયો જોઈને લોકો એવું કહેતા જોવા મળે છે કે તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલાવવામાં આવે. જો કે વિડિયોમાં પણ ઉર્ફી કહેતી જોવા મળે છે કે, 'મને કોઈ રેડ કાર્પેટ પર તો ઓળવતું નથી તો મેં જાતે જ રેડ કાર્પેટ ક્રિએટ કરી દીધું.' સાથે જ અભિનેત્રી એ એમ પણ જણાવ્યું કે આ આઉટફિટ બનાવવામાં 2-3 મહિનાનો સમય લાગ્યો છે અને 10-11 લોકોએ તેને સાથે મળીને બનાવ્યો છે.'
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.