ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Union Minister Smriti Irani hits out at Arvind Kejriwal and Gopal Italia

આકરા પ્રહાર / સ્મૃતિ ઈરાનીએ AAP નેતાને લીધા આડેહાથ, કહ્યું- કેજરીવાલના કહેવા પર ગોપાલ ઈટાલીયાએ કર્યું PM મોદીની માતાનું અપમાન

Published By: Malay

Last Updated: 01:27 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ગોપાલ ઈટાલીયાએ કેજરીવાલના કહેવા પર પીએમ નરેન્દ્ર મોદીની માતાનું અપમાન કર્યું છે.

ADVERTISEMENT

  • સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલ અને ઈટાલીયા પર ગંભીર આરોપો લગાવ્યા
  • ગુજરાતની ચૂંટણીમાં AAPની હાર નિશ્ચિત છે: સ્મૃતિ ઈરાની
  • કેજરીવાલના કહેવા પર PMની માતાનું કરાયું અપમાનઃ કેન્દ્રીય મંત્રી 

આદમી આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને તેમની માતા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) આક્રમક બની છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને AAP નેતા ગોપાલ ઈટાલીયા પર ગંભીર આરોપો લગાવ્યા અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કેજરીવાલના કહેવા પર ગોપાલ ઈટાલીયાએ પીએમ નરેન્દ્ર મોદીની માતાનું અપમાન કર્યું છે.

ગુજરાતમાં AAPની હાર નિશ્ચિતઃ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ બધું રાજકારણ ચમકાવવા માટે કરવામાં આવ્યું છે અને આ કોઈ તેમની મજબૂરી નથી, પરંતુ ચારિત્ર્યનો પુરાવો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ગુજરાતમાં રાજકારણ ચમકાવવા માટે હીરાબાનું અપમાન કરવામાં આવ્યું. તેમણે પડકાર ફેંક્યો કે જો અરવિંદ કેજરીવાલમાં હિંમત હોય તો તેઓ ગુજરાતમાં આવીને પીએમ નરેન્દ્ર મોદીની માતાને ગાળો આપે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતની ચૂંટણીમાં AAPની હાર નિશ્ચિત છે.

AAP નેતા ઈટાલીયાએ કર્યું હતું PM મોદીની માતાનું અપમાન 
આ પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ આદમી આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા એક વીડિયો જારી કર્યો હતો, જેમાં તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાની કથિત રીતે મજાક ઉડાવતા સાંભળી શકાય છે. ગુજરાત ભાજપે આ વીડિયો જાહેર કર્યો છે. આ પહેલા ભાજપે તેમના બે વીડિયો જાહેર કર્યા હતા. તેમાંથી એકમાં તેઓ પીએમ મોદીને અપશબ્દો બોલી રહ્યા હતા, જ્યારે બીજા વીડિયોમાં તેઓને મહિલાઓને મંદિર ન જવાની સલાહ આપતા સાંભળી શકાય છે.

નિવેદન નોંધાવવા પહોંચ્યા હતા નવી દિલ્હી
ઈટાલીયા વડાપ્રધાન વિરુદ્ધ તેમની કથિત અપમાનજનક ટિપ્પણી માટે તેમનું નિવેદન નોંધાવવા માટે ગુરુવારે નવી દિલ્હી ખાતે આવેલ રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસે પહોંચ્યા હતા. ઇટાલીયાએ અગાઉ પોતાના બચાવમાં કહ્યું હતું કે ભાજપ તેમને નિશાન બનાવી રહ્યું છે કારણ કે તેઓ પાટીદાર છે.

કારમાં બનાવ્યો હતો વીડિયો 
કારમાં બનવવામાં આવેલા આ નવા વીડિયોમાં ઈટાલીયાને કથિત રીતે કહેતા સાંભળી શકાય છે કે, 'તમે 'નીચ' નરેન્દ્ર મોદીને તેમની જાહેર સભાઓનો ખર્ચ જાહેર કરવા માટે કેમ નથી પૂછતા અને તેમની માતા હીરાબા પણ નાટક કરી રહ્યા છે. મોદી 70 વર્ષની નજીક છે, જ્યારે હીરાબા 100 વર્ષના થશે, તેમ છતાં બંને નાટકો બંધ કરતા નથી.'
 

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal Gopal Italia Smriti Irani Union Minister અરવિંદ કેજરીવાલ આપ આદમી પાર્ટી પર પ્રહાર ગોપાલ ઈટાલીયા સ્મૃતિ ઈરાની Union Minister Smriti Irani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ