કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે છે, ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ વિકાસના કામનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે સોલામાં GMERS ખાતે ટેલી રિહેબિલિટેશન સાઉન્ડ પ્રુફ રૂમનું લોકાર્પણ કરશે. સાથે ગોતામાં આધુનિક શાકમાર્કેટ અને ભાડજમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે. જે બાદ બપોરે સાણંદમાં ધારાસભ્યના કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને જનસભાને સંબોધન કરશે. આ સાથે શાહીબાગમાં પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કરશે અને રાત્રે 8:45 કલાકે GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ ગરબા મહોત્સવ ખુલ્લો મુકશે.
- જેમાં સવારે 10 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સ્વસ્થ લોકસભા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પનું ઉદ્ઘાટન કરશે.
- ત્યારે બાદ તેઓ GMERS સોલા ખાતે ટેલી રીહેબિલિટેશન સેન્ટર અને સાઉન્ડ પ્રફ રૂમનું લોકાર્પણ કરશે.
- તેમજ સવારે 11 કલાકે AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાકમાર્કેટનું લોકાર્પણ કરશે.
- તેમજ 11.15 કલાકે ભાડજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે.

- જ્યારે ઓપન પ્લોટ શ્રીરામ પાર્ટી પ્લોટ પાસે ભાડજ ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- ત્યારે બાદ બપોરે 1 કલાકે સાણંદ વિધાનસભાનાં ધારાસભ્ય કનુભાઈ પટેલનાં જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરશે.
- બપોરે સાણંદ વિધાનસભા ખાતે બ્રિલિયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ઓપન પ્લોટ નળસરોવર ખાતે સાણંદ વિધાનસભા ખાતે કાર્યકર્તા સંમેલન યોજાશે.
- જે બાદ 4.15 કલાકે વિચાર ટ્ર્સ્ટ (વિશાલા પરિવાર) સંચાલિત નવનિર્મિત વિશ્વનાં એક માત્ર ધાતુપાત્ર સંગ્રહાલયનું લોકાર્પણ કરશે.
- ત્યારે બાદ સાંજે 5 કલાકે અમદાવાદ ખાતે પોલીસ કમિશ્નર કચેરી, હેડ ક્વાર્ટર, શાહીબાગ ખાતે નિર્માણ થયેલ નવનિર્મિત પોલીસ કમિશ્નર કચેરીનું લોકાર્પણ કરશે.
- જે બાદ 8.45 કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2024 નો ઉદ્ધાટન સમારોહમાં હાજરી આપશે.
- રાત્રે સરદાર પટેલ નગર નારણપુરા ખાતે સરદાર પટેલ નગર ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવ નારણપુરા વિધાનસભા નારણપુરા વોર્ડ ખાતે જશે.
વધુ વાંચોઃ નવરાત્રી 2024: ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠશે! હવામાન વિભાગની 'ચોખ્ખી' આગાહી
- જે બાદ રાત્રે 10 કલાકે સેટેલાઈટ નવરાત્રિ પર્વ નિમિત્તે જોધપુર વોર્ડ વેજલપુર વિધાનસભા મત વિસ્તારમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે.
- તેમજ રાત્રે 10.25 કલાકે પ્રહલાદનગર ખાતે ઓર્ચિડ વ્હાઈ ફિલ્ડ વેજલપુર વિધાનસભા મકરબા વોર્ડ ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં હાજરી આપશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ