બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરાત્રી 2024: ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠશે! હવામાન વિભાગની 'ચોખ્ખી' આગાહી
Last Updated: 07:44 AM, 3 October 2024
Rain in navratri 2024: આજે 4 ઓક્ટોબરવનાં રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
ADVERTISEMENT

5 થી 7 ઓકટોમબર સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી મુજબ 5થી 7 ઓકટોમબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ખેલૈયાઓની મજા બગડી શકે!
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયો વરસાદ પડી શકે છે. આજે ગીર સોમનાથ, અમરેલીમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં સામાન્ય વરસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં સામાન્યથી કે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં નવરાત્રીનો તહેવારની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરવામાં આવે છે અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે જો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન, સરકાર દ્વારા યોગ્ય સહાય ન મળતી હોવાનો આક્ષેપ
ખેલૈયાઓ છત્રી-રેઈનકોટ તૈયાર રાખે!
ADVERTISEMENT
નવરાત્રીમાં ગરબા રમવાને લઈને ખેલૈયાઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયા વરસાદની આગાહી કરી છે. જેના પગલે ખેલૈયાઓએ છત્રી-રેઈનકોટની તૈયારી સાથે ગરબા રમવા જવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.