બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન, સરકાર દ્વારા યોગ્ય સહાય ન મળતી હોવાનો આક્ષેપ
Last Updated: 11:51 PM, 2 October 2024
બાગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારી જિલ્લાના ખેડૂતો સહાય માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા કેટલાયે વર્ષોથી ખેડૂતોને વ્યપક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છેકે સરકાર દ્વારા તેમને યોગ્ય વળતર મળતું નથી. જે ખેડૂત પરસેવો પાડીને લોકો માટે અનાજ ઉગાડે છે એજ ખેડૂતોને પાકના નુકસાનમાં હજી સુધી સહાય મળી નથી.
ADVERTISEMENT
ત્રણ ત્રણ વખત પૂરનો માર સહન કરનારા આ ખેડૂતોએ હિંમત કરીને લાખો રૂપિયા ખર્ચીને ડાંકર, કેળા, શેરડી, શાકભાજી સહિતની ખેતી કરી. પરંતુ કેળનો પાક જમીન પર ઢળી પડ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 33 ટકાથી ઓછી નુકસાનીનો રિપોર્ટ સરકારી કર્મચારીઓ દ્વારા કરાતા ખેડૂતો વળતરના માપદંડને પણ બદલવાની માગ કરી રહ્યા છે.
ADVERTISEMENT

દાવો છે કે ખેડૂતોને 50 ટકાથી વધુ નુકસાન થયું છે છતાં સર્વેમાં 33 ટકાથી પણ ઓછું નુકસાન બતાવવામાં આવે છે. બીજીબાજુ અધિકારીઓ માની રહ્યા છેકે વળતર આપવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે.
ADVERTISEMENT
સરકાર દ્વારા દરવર્ષે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવે છે પરંતુ લાખો રૂપિયા નુકસાન ભોગવતો ખેડૂત યોગ્ય સહાય પણ મેળવતો નથી. ઘણા ખેડૂતો હજી માની રહ્યા છેકે રાહત પેકેજ ફક્ત દેખાડો છે હકીકતે તેમને સહાય મળશે નહીં. ત્યારે સરકારની ફરજ છેકે ખેડૂતોની આ ચિંતા દૂર કરે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.