બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Union home minister amit shah 370 rahul gandhi statement praised pakistan parliament

નિવેદન / 370 પર રાહુલ ગાંધીના નિવેદનોનો ઉપયોગ કરે છે PAK, શરમ કરો કોંગ્રેસી: અમિત શાહ

Juhi

Last Updated: 03:42 PM, 1 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીરથી 370 કલમ હટાવ્યા પછી વિરોધ કરનારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વ પર નિશાનો સાધ્યો.

અમિત શાહે રવિવારે એટલે કે આજે સેલવાસની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સભાને સંબોધિત કરતા કહ્યુ કે, 370 પર રાહુલ ગાંધીના નિવદેનના પાકિસ્તાનના સંસદમાં વખાણ થઇ રહ્યા છે, તેમના આ નિવેદનથી પાકિસ્તાન UN માં પોતાની અરજીમાં શામેલ કરી શકે છે. આ માટે કોંગ્રેસીઓને શરમ આવી જોઇએ.

અમિત શાહે કહ્યુ કે, ''કોંગ્રેસે 370 હટાવવામાં આવી તે વાતનો વિરોધ કર્યો, આજે પણ રાહુલ ગાંધી જે નિવેદન આપે છે, તેના વખાણ પાકિસ્તાનમાં થાય છે. આ નિવેદનને પાકિસ્તાન પોતાની અરજીમાં શામેલ કરી શકે છે, કોંગ્રેસીઓને શરમ આવી જોઇએ કે તેમના નિવેદનનો ઉપયોગ ભારત વિરુદ્ઘ થઇ રહ્યો છે.'' 

કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ કહ્યુ કે, ''JNUમાં દેશ વિરોધી નારા લગાવવાનો મુદ્દો હોય, કે પછી સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક જેવા મામલામાં કોંગ્રેસ સરકાર વિરુદ્ઘ રહી. હું કોંગ્રેસને પૂછવા માંગીશ કે તમે કઇ રીતે રાજનીતિ કરવા માંગો છો.'' 

 

અમિત શાહએ કહ્યુ કે, ''કલમ 370ને લઇને દેશની જનતા નરેન્દ્ર મોદીની સાથે છે. કલમ 370 અને 35 A દેશના એકાકીકરણ માટે બાધારૂપ હતી. મોદીને તમે ફરી પ્રધાનમંત્રી બનાવ્યા અને તેમણે સંસદના પહેલા જ સત્રમાં કલમ 370 અને 35 A હટાવી દીધી. મોદી સિવાય આ કામ કોઇ બીજુ ના કરી શકે.''

કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યુ કે, ''70 વર્ષોમાં દેશમાં ઘણી પાર્ટીની સરકાર બની. કેટલાક લોકોની ત્રણ-ત્રણ પેઢીએ દેશ પર રાજ કર્યુ, 70 વર્ષમાં 370 અને 34એ કલમ હટાવવાની કોઈ હિંમત ન હતી. એક ઝાટકે મોદી સરકારે કાશ્મીરમાંથી 370 કલમ હટાવી દીધી. એક ઝાટકે કલમ હટાવી આતંકવાદીઓને મોદી સરકારે મોટા ઝટકો આપ્યો છે. કાશ્મીરમાં હાલ સંપૂર્ણ શાંતિ છે.કેટલાક લોકો 370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે દેશની વાત હોય ત્યારે રાજકારણ ન કરવું જોઈએ. ''

ગૃહમંત્રીએ કહ્યુ કે, ''દુનિયાને બતાવવા માંગે છે કે 370 હટાવ્યા પછી કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે. 370 હટાવ્યા પછી એક ગોળી ચલાવવાની પણ જરૂર નથી, ન તો કોઇ ગેસ છોડવામાં આવ્યો અને ન તો કોઇએ જીવ નથી ગુમાવ્યો.''

સંકળાયેલા મુદ્દાઓ

Home Minister amit shah congress national આક્ષેપ Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ