બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Union Cabinet clears bill to replace Delhi ordinance on control of officers

કેજરીવાલ શું કરશે / દિલ્હી વટહુકમને મોદી સરકારે આપી મંજૂરી, સંસદમાં પાસ થતાની સાથે જ થશે આવું, રાજ્યસભામાં ખરી કસોટી

Hiralal

Last Updated: 09:58 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-બદલી સંબંધિત વટહુકમને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળતાં તેને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે.

  • દિલ્હી વટહુકમને કેબિનેટની મંજૂરી મળી 
  • સંસદમાં વટહુકમ રજૂ કરવાનો માર્ગ મોકળો 
  • સંસદમાં પાસ થતાની સાથે જ ઉપરાજ્યપાલને મળશે ટ્રાન્સફર-બદલીની સત્તા 

દિલ્હી વટહુકમને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી બાદ ગૃહમાં વટહુકમ લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ આ વટહુકમનો ગૃહમાં વિરોધ કરવાનો નિર્ણય કરી લીધો છે. આ બિલના વિરોધમાં વિરોધ પક્ષોનું પણ સમર્થન છે. દિલ્હી સરકારની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે આ વટહુકમ બહાર પાડ્યો હતો. વટહુકમમાં ડેનિક્સ કેડરના ગ્રુપ-A અધિકારીઓ સામે ટ્રાન્સફર અને શિસ્તબદ્ધ કાર્યવાહી માટે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટીની સ્થાપના કરવાની જોગવાઈઓ છે.

21 નવા બીલ રજૂ કરવાની સરકારની યોજના પણ ગૃહ ચાલતું જ નથી
હાલમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, સત્રની શરૂઆત પહેલા લોકસભા સચિવાલય દ્વારા એક સૂચના જારી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સંસદના આ સત્ર દરમિયાન સરકારી કામકાજની કામચલાઉ યાદીમાં 21 નવા બિલ રજૂ કરવામાં આવશે અને પસાર કરવામાં આવશે. તેમાં દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 પણ સામેલ છે. જો કે મણિપુર મુદ્દે સંસદમાં સતત ચોથા દિવસે હોબાળો થયો હતો. આવી સ્થિતિમાં સરકારને બિલ રજૂ કરવા અને પસાર કરવામાં સંઘર્ષ કરવો પડશે. 

દિલ્હી વટહુકમ પર સુપ્રીમની પાંચ સભ્યોની પીઠ આપશે ચુકાદો 
દિલ્હી સરકારે  ટ્રાન્સફર-પોસ્ટિંગ વાળા વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલાને બંધારણીય બેંચને મોકલી દીધો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ આ મામલાની સુનાવણી માટે પાંચ જજની બેંચની રચના કરશે. અગાઉ, છેલ્લી સુનાવણીમાં જ, સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલાને બંધારણીય બેંચને મોકલવાના સંકેતો આપવામાં આવ્યા હતા. કેસની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે 10 જુલાઈએ કેન્દ્ર સરકારને નોટિસ પણ પાઠવી હતી.

દિલ્હી વટહુકમની ખરી કસોટી રાજ્યસભામાં
લોકસભામાં સરકાર પાસે બહુમતી હોવાથી દિલ્હી વટહુકમ સરળતાથી પાસ થઈ જશે પરંતુ દિલ્હી વટહુકમની ખરી કસોટી રાજ્યસભામાં થવાની છે કારણ કે રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નથી એટલે આ વટહુકમને પાસ કરાવવા માટે ભાજપને બીજા પ્રાદેશિક પક્ષોના ટેકાની જરુર પડશે. જો આ બીલ રાજ્યસભામાં ઉડી ગયું તો દિલ્હીમાં  અધિકારીઓના ટ્રાન્સફર-બદલીની સત્તા કેજરીવાલ સરકારને મળશે પરંતુ પાસ થશે અને પાસ થવાની વધારે શક્યતા છે, તો દિલ્હીમાં અધિકારીઓની બદલી કે ટ્રાન્સફરની સત્તા ઉપરાજ્યપાલ દ્વારા કેન્દ્ર સરકાર પાસે આવી જશે. આમ આદમી પાર્ટી સહિત ઘણા પક્ષો આ વટહુકમની વિરોધમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ