બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Union Cabinet approves 'PM-eBus Sewa' for augmenting city bus operations: Union Minister Anurag Thakur

PM E-Bus Seva / મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 169 શહેરોને મળશે 10,000 નવી ઈલેક્ટ્રીક બસો, 55,000 નવી નોકરીઓ ઊભી થશે

Hiralal

Last Updated: 03:44 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં "PM E-Bus Seva યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનામાં 10,000 નવી ઈલેક્ટ્રીક બસો રાજ્યોને પૂરી પડાશે.

  • ઈલેક્ટ્રીક બસોની ખરીદીનો મોદી સરકારનો મોટો નિર્ણય
  • કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં "PM E-Bus Sevaને મંજૂરી
  • યોજનામાં  10,000 નવી ઈલેક્ટ્રીક બસો પૂરી પડાશે
  • કુલ ખર્ચ થશે 57,613 

ઈલેક્ટ્રીક બસોની મોટી ખરીદી માટે કેન્દ્ર સરકારે એક મહત્વની યોજનાને મંજૂરી આપી છે. પીએમ મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં "PM E-Bus Sevaને લીલીઝંડી આપી દેવાઈ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 10,000 નવી ઈલેક્ટ્રીક બસો ખરીદીને રાજ્યોને પૂરી પાડશે જેને માટે કુલ ખર્ચ 57,613 કરોડ આવશે. ઈલેક્ટ્રીક વાહનોના પ્રોત્સાહનની દિશામાં આ એક મોટું પગલું છે કારણ કે આ પહેલા ક્યારેક આટલી મોટી સંખ્યામાં બસો ખરીદાઈ નથી. 

169 શહેરોને મળશે 10,000 નવી ઈલેક્ટ્રીક બસો 
દેશના 169 શહેરોમાં 10,000 બસો પૂરી પાડવામાં આવશે અને 181 શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવશે. નવી ઈલેક્ટ્રીક બસો શહેરોમાં આવવાને કારણે 45,000-55,000 ડાયરેક્ટ નોકરીઓ ઊભી થશે. 

રેલવેના 7 પ્રોજેક્ટને પણ મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે રેલવે સાથે જોડાયેલા 7 પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ યોજનાઓ નવી રેલવે લાઇન નાંખવા અને રેલવે લાઇન અપગ્રેડ કરવા સાથે સંબંધિત છે. આ યોજનાઓ લગભગ 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થશે.

અનુરાગ ઠાકુરે માહિતી આપી 
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોને આ મુજબની માહિતી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ