બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2026-27 / સેમી કંડક્ટર માટે 40 હજાર કરોડ, બજેટમાં FM નિર્મલા સીતારમણનું મોટું એલાન
Last Updated: 11:53 AM, 1 February 2026
Union Budget 2026 Live Updates: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું સામાન્ય બજેટ 2026 રજૂ કરી રહ્યા છે. આ તેમનું નવમું બજેટ છે. તેઓ ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. આજે રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે કામ કરી રહી છે. સેમિકન્ડક્ટર માટે ₹40,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, "અમે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 શરૂ કરીશું અને ટેકનોલોજી અને સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપ કરવા માટે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સ પર પણ ફોકસ કરીશું." સેમિકન્ડક્ટર મિશન 2.0નો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય આઇપીના પૂર્ણ-સ્કેલ પાઇપલાઇન માટે તૈયાર ઉપકરણો અને સામગ્રીનું ઉત્પાદન કરવાનો હશે.
ADVERTISEMENT
केंद्रीय बजट 2026-27 | केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने कहा, "...हम इंडिया सेमीकंडक्टर मिशन 2.0 लॉन्च करेंगे और टेक्नोलॉजी और स्किल्ड वर्कफोर्स डेवलप करने के लिए इंडस्ट्री-लेड रिसर्च और ट्रेनिंग सेंटर्स पर भी फोकस करेंगे।" pic.twitter.com/PPbhP5RXcA
— ANI_HindiNews (@AHindinews) February 1, 2026
બજેટ રજૂ કરતાં પહેલા નાણામંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, આ તેમનું નવમું બજેટ છે, જેમાં વચગાળાનું બજેટ પણ સામેલ છે. મધ્યમ વર્ગને મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે, તો વેપારી સમુદાય પણ ટેક્સ ઘટાડાની આશા રાખી રહ્યો છે.
ADVERTISEMENT
બજેટ રજૂ થાય તે પહેલાં કેબિનેટની બેઠક થઈ. આ બેઠકમાં કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવી. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સહિત તમામ મંત્રીઓ બેઠકમાં સામેલ થયા.

ADVERTISEMENT
જણાવી દઈએ કે ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે બજેટ રવિવારે રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું નવમું બજેટ રજૂ કરશે, આ સિદ્ધિ મેળવનારા પ્રથમ નાણામંત્રી બની જશે.
આ પણ વાંચો: કેબિનેટ બેઠકમાં બજેટને મળી મંજૂરી, હવે થોડી વારમાં FM સીતારમણ સંસદમાં રજૂ કરશે
ADVERTISEMENT
આ બજેટ એવા સમયે આવ્યું છે જ્યારે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને આગામી બે વર્ષમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. જોકે, 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, ઉચ્ચ યુએસ ટેરિફ અને વૈશ્વિક પડકારો વચ્ચે, દેશે 8 ટકાનો સતત GDP વૃદ્ધિ દર જાળવી રાખવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.