બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / Budget 2026-27 / કેબિનેટ બેઠકમાં બજેટને મળી મંજૂરી, હવે થોડી વારમાં FM સીતારમણ સંસદમાં રજૂ કરશે
Last Updated: 11:06 AM, 1 February 2026
Union Budget 2026: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે રવિવારે 1 ફેબ્રુઆરીના રોજ મોદી સરકારનું 15 મુ બજેટ રજૂ કરશે. આ NDA સરકાર સતત ત્રીજી વાર સત્તામાં અવ્યય પછી બીજું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ સાથે જ નિર્મલા સીતારમણ દેશની પહેલી એવી મહિલા નાણાં મંત્રી બની જશે જે સતત 9 મી વાર બજેટ રજુ કરશે. આ સમયે હાલ દુનિયા વૈશ્વિક સ્તરે આર્થિક કસોટીઓનો સામનો કરી રહી છે ત્યારે ભારત પ્રગતિના પંથે ચાલી રહયો છે.
ADVERTISEMENT
સંસદનું હાલનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થયું હતું. અનુ પહેલું ચરણ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી 9 માર્ચ સુધી બીજા ચરણની બેઠક શરૂ થશે. નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર બજેટ સત્ર 2 એપ્રિલના પૂરું થશે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે આસપાસ સંસદમાં બજેટ રજુ કરશે. તેઓ તેમના બજેટની શરૂઆત ભાષણથી કરશે અને લગભગ 1-2 વાગ્યા સુધી બજેટને લગતી મુખું જાહેરાતો કરવામાં આવશે.
આ પણ વાંચો: બજેટ પહેલા જ શેર બજાર ડગમગ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, આ શેર ધડામ
ADVERTISEMENT

નાણામંત્રી નિર્મલા સીતારમણનું આજનું બજેટ ભાષણ લાંબુ હોઈ શકે છે. 2020નું બજેટ ભાષણ અત્યાર સુધીનું સૌથી લાંબુ હતું, જે લગભગ 2 કલાક અને 40 મિનિટ ચાલ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ સદીના બીજા ક્વાર્ટર માટે સરકારનું વિઝન, એટલે કે 2026થી 2050 સુધીના સરકારના રોડમેપને શેર કરે તેવી અપેક્ષા છે. તેઓ 2047માં વિકસિત ભારત માટે બ્લુપ્રિન્ટ પણ રાખી શકે છે.આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે હાથથી વણેલી કાંચીવરમ સિલ્ક સાડી પહેરી છે, જે તમિલનાડુના સદીઓ જૂના વણાટ વારસાનું સન્માન કરે છે. આ રિંગણી રંગની કટ્ટમ કાંચીવરમ સાડી છે, જેમાં આછા સોનેરી ભૂરા રંગના ચેક એટલે કે કટ્ટમ છે અને કોફી બ્રાઉન બોર્ડર પર થ્રેડવર્ક કરવામાં આવેલું છે.
ADVERTISEMENT
આજે રજૂ થનાર બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના ભાવ સસ્તા થવા, આવકવેરા મુક્તિ, કિસાન સન્માન નિધિમાં વધારો અને અમૃત ભારત ટ્રેનોની જાહેરાત સહિતની મોટી અપેક્ષાઓ છે. આયુષ્માન ભારત અને ઉજ્જવલા યોજનાઓનો વ્યાપ પણ વિસ્તૃત થવાની અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.