બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2026-27 / 13 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીની શક્યતા, FM સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યાં
Last Updated: 10:54 AM, 1 February 2026
આજે દેશનું ઐતિહાસિક સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત નવમી વખત સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. આ બજેટને રાજકીય, આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે તેમાં મધ્યમ વર્ગ, મહિલાઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાતોની અપેક્ષા છે.
ADVERTISEMENT
બજેટ રજૂ કરતા પહેલા આજે સવારે નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જ્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરી. આ પરંપરા મુજબ નાણામંત્રીએ રાષ્ટ્રપતિને બજેટની અધિકૃત કોપી સોંપી. ત્યારબાદ નાણામંત્રી સંસદ ભવન માટે રવાના થયા. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમને નોર્થ બ્લોકથી સંસદ સુધી પરંપરાગત રીતે લઈ જવાયા.
ADVERTISEMENT
નક્કી કરેલા શિડ્યુઅલ મુજબ સવારે 11 વાગ્યે નાણામંત્રી લોકસભામાં બજેટ ભાષણ વાંચવાનું શરૂ કરશે. આ ભાષણ લગભગ દોઢથી બે કલાક સુધી ચાલવાની શક્યતા છે. સમગ્ર દેશની નજર આ ભાષણ પર ટકેલી છે કારણ કે તેમાં ટેક્સ, રોજગાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણ સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ખાસ કરીને આવકવેરા મામલે મોટી રાહતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચર્ચા છે કે બજેટમાં વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા 12 લાખ રૂપિયાથી વધારીને 13 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો આમ થાય તો કરોડો કરદાતાઓને સીધો ફાયદો થશે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા, NPS ઉપાડ પર કર છૂટ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર વધુ ટેક્સ લાભ આપવાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બજેટના શ્રીગણેશ પહેલા રાષ્ટ્રપતિએ નિર્મલા સીતારમણને ખવડાવ્યું દહીંને ખાંડ, 11 વાગ્યે રજૂ કરાશે
આ સાથે જ સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, MSME, ડિજિટલ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ સેક્ટર માટે પણ નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. ખેડૂતો માટે સબસિડી, મહિલાઓ માટે ખાસ સ્કીમ અને યુવાનો માટે રોજગારલક્ષી યોજનાઓ પણ બજેટનો ભાગ બની શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.