બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget 2026-27 / બજેટના શ્રીગણેશ પહેલા રાષ્ટ્રપતિએ નિર્મલા સીતારમણને ખવડાવ્યું દહીંને ખાંડ, 11 વાગ્યે રજૂ કરાશે

Budget 2026 / બજેટના શ્રીગણેશ પહેલા રાષ્ટ્રપતિએ નિર્મલા સીતારમણને ખવડાવ્યું દહીંને ખાંડ, 11 વાગ્યે રજૂ કરાશે

Vidhata Gothi

Last Updated: 10:48 AM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવશે. બજેટ પહેલા નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા અને તેમને બજેટની નકલ રજૂ કરી.

Union Budget 2026: આજે બજેટ 2026 રજૂ થવાનું છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. બજેટ રજૂ કરતાં પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિને બજેટની નકલ રજૂ કરવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. નાણામંત્રી નિર્મલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા અને તેમને બજેટની નકલ રજૂ કરી. રાષ્ટ્રપતિએ નાણાંમંત્રીને દહીં અને ખાંડ ખવડાવી.

નાણામંત્રી નિર્મલા સીતારમણનું આજે બજેટ ભાષણ લાંબુ હોઈ શકે છે. 2020નું બજેટ ભાષણ અત્યાર સુધીનું સૌથી લાંબુ હતું, જે લગભગ 2 કલાક અને 40 મિનિટ ચાલ્યું હતું.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ સદીના બીજા ક્વાર્ટર માટે સરકારનું વિઝન, એટલે કે 2026થી 2050 સુધીના સરકારના રોડમેપને શેર કરે તેવી અપેક્ષા છે. તેઓ 2047માં વિકસિત ભારત માટે બ્લુપ્રિન્ટ પણ રાખી શકે છે.

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે હાથથી વણેલી કાંચીવરમ સિલ્ક સાડી પહેરી છે, જે તમિલનાડુના સદીઓ જૂના વણાટ વારસાનું સન્માન કરે છે. આ રિંગણી રંગની કટ્ટમ કાંચીવરમ સાડી છે, જેમાં આછા સોનેરી ભૂરા રંગના ચેક એટલે કે કટ્ટમ છે અને કોફી બ્રાઉન બોર્ડર પર થ્રેડવર્ક કરવામાં આવેલું છે.

vtv app promotion

પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સંસદ ભવનમાં પહોંચ્યા છે. બજેટ રજૂ થાય તે પહેલાં સવારે 10:15 વાગ્યે કેબિનેટની બેઠક શરૂ થશે. આ બેઠકમાં કેન્દ્રીય બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સહિત તમામ મંત્રીઓ બેઠક માટે સંસદ ભવનમાં પહોંચ્યા છે.

આ પણ વાંચો: સિનીયર સિટીઝનને આજના બજેટથી શું શું છે અપેક્ષાઓ? કયા ટેક્સમાં જોઈએ છે છૂટ?

આજે રજૂ થનાર બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના ભાવ સસ્તા થવા, આવકવેરા મુક્તિ, કિસાન સન્માન નિધિમાં વધારો અને અમૃત ભારત ટ્રેનોની જાહેરાત સહિતની મોટી અપેક્ષાઓ છે. આયુષ્માન ભારત અને ઉજ્જવલા યોજનાઓનો વ્યાપ પણ વિસ્તૃત થવાની અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Finance Minister Nirmala Sitharaman Union Budget 2026 Budget 2026 Highlights
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ