બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget / અમદાવાદના સમાચાર / union budget 2021 for gujarat alang
ADVERTISEMENT
કેન્દ્રીય નાણામંત્રી સીતારામણે વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યુ હતુ જેમાં ભારતમાં શીપ મર્ચન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે શરૂઆતમાં 1654 કરોડ આપવામાં આવ્યા હતા. આ સિવાય પણ ગુજરાતમાં હાલમાં કાર્યરત પ્લાન્ટ દ્વારા શિપર રિસાયલીંગના કામ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.
બજેટમાં મેગા ટેક્સટાઇલ પાર્કની જાહેરાત મહત્વની
ADVERTISEMENT
ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને લાભ થશે. મોટાપાયે રોજગારી સર્જન શક્ય બનશે. નવી ટેકનોલોજી દ્વારા પ્રોડક્શન વધશે. કોટન પર ઇમ્પોર્ટ ડ્યુટી ગુજરાત માટે લાભદાય છે.
ગીફ્ટ સીટી દ્વારા 1.5 લાખ લોકોને નવી નોકરી મળશે
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબને વિકસાવાશે અને એના થકી યુવાઓ માટે આશરે 1.5 લાખ નવી નોકરીની તકો સર્જાશે, એમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2021ની ઘોષણામાં જણાવ્યું છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ)એ ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) છે. ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટી-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) તથા એક્સક્લૂસિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદૃશ્યની રચના છે.
રક્ષામંત્રાલયનું 75 વર્ષ જુનુ યુદ્દ જહાજ INS વિરાટ હાલ ગુજરાતમાં અલંગ ખાતે રિસાઈકલિંગ કરીને તોડવામાં આવી રહ્યુ છે. આ શીપબ્રોકિંગ યાર્ડના આ ધંધાને કારણે અલંગ દેશ વિદેશમાં જાણીતુ બન્યુ છે. અને તેને આગવી ઓળખ પણ મળી છે.
ADVERTISEMENT
અલંગની છે નામના
કેન્દ્રિય મંત્રી મનસૂખ માંડવિયાએ જણાવ્યું હતુ કે, આખી દુનિયામાંથી દર વર્ષે લગભગ 1000 જેટલા જહાજ તોડવામાં આવે છે. ત્યારે તેમાંથી 350થી 400 જહાજ એકલા અલંગમાં તોડી પાડવામાં આવે છે.
ADVERTISEMENT
ગુજરાતના પાંચ લાખ લોકો આ ઉદ્યોગ સાથે જોડાએલા
અલંગ શીપ બ્રોકિંગ યાર્ડના આ ઉદ્યોગ સાથે ગુજરાતના 5 લાખથી વધુ લોકો જોડાએલા છે. 1983માં પહેલીવાર અલંગના દરિયે જહાજને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ. ભાવનગરનો આ ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ જહાજ ભાંગવાના ઉદ્યોગોમાં પ્રદૂષણ, સેફ્ટી વગેરે વિભાગોની મંજૂરી લેવી પડે છે.
ADVERTISEMENT
સોથી પહેલા જહાજમાંથી ઈંધણ કાઢી લેવામાં આવે છે. પર્યાવરણને પ્રદૂષિત કરનારા પદાર્થ અને ધાતુને અલગ અલગ કરવામાં આવે છે તે બાદ જ શિપને તોડવાની મંજૂરી આપવામાં આવે છે. દ. ભારત, ઉત્તર ભારપત સહિત ઘણા રાજ્યોમાં અલંગથી ફર્નિચર, લોખઁડ અને ઈલેક્ટ્રોનીક આઈટમ પણ મોકલવામાં આવે છે. રાજસ્થાનમાં ફ્રર્નિચર વેચવામાં આવે છે જ્યારે પંજાબમાં લોખંડ વેચવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.