ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Budget / union budget 2021 for farmer

Budget 2021 / ખેડૂતો માટે મોદી સરકારે ખજાનો ખોલ્યો, દોઢ ગણી વધુ MSP આપવાનો પ્રયાસ કરાશે

Published By: Gayatri

Last Updated: 12:33 PM, 1 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં આજે ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી હતી.

ADVERTISEMENT

સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરાશે

કેન્દ્ર સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા પર કાયમ છે. પ્રધાનમંત્રીએ 80 મિલિયન પરિવારોને કેટલાક મહિના સુધી ફ્રિ ગેસ ઉપલબ્ધ કરાવ્યા, 40 મિલિયનથી વધુ ખેડૂતો, મહિલાઓ, ગરીબોને સીધા ખાતામાં રૂપિયા જમા કરાવ્યા.

ખેડૂતો માટે બજેટમાં જાહેરાત શું?
 

  • ખેતપેદાશોની ખરીદીનું કામ ઝડપથી શરૂ થશે
  • MSP મામલે મૂળભૂત પરિવર્તન થશે
  • દોઢ ગણી વધુ MSP આપવાનો પ્રયાસ કરાશે
  • ખેડૂતોને 75 હજાર કરોડથી વધુ રકમની ફાળવણી કરી
  • ઘઉં મામલે 2013-14માં 35,874 કરોડની ચૂકવણી કરાઈ હતી
  • 2019-20માં આ રકમ 62,802 કરોડની ચૂકવણી કરી
  • 2020-21માં ઘઉં માટે 75,060 કરોડની ચૂકવણી કરી
  • ખેડૂતો પાસેથી ખરીદી ઉપર ભાર મૂકાશે
  • ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણી રકમ આપવા પ્રયાસ
  • 1000 વધુ APMC online કરાશે
  • પશુપાલન અને ડેરી માટે 40 હજાર કરોડ ફાળવાયા
  • દેશમાં પાંચનનવા કૃષિ હબ બનશે
  • સિંચાઈ માટે 5000 કરોડ
  • દાળ પકવતા ખેડૂતો માટે 10 હજાર કરોડ
  • અનાજ પકવતા ખેડૂતો માટે 1.72 લાખ કરોડ

કૃષિ-ફિશિંગ સેક્ટર માટે એલાન

નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સ્વામિત્વ યોજનાને હવે દેશભરમાં લાગુ કરવામાં આવશે. એગ્રીકલ્ચરના ક્રેડિટ ટારેગટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવી રહ્યાં છે. ઓપરેશન ગ્રીન સ્કીમનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક પાકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવશે.

નાણ મંત્રી નિર્મલા સીતારમણે તરફથી પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવામાં આવશે. તામિલનાડુમાં ફિશ લેન્ડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે. પ્રવાસી મજદૂર માટે દેશભરમાં એક દેશ-એક રાશન યોજના શરુ કરવામાં આવી છે. એક પોર્ટલની શરુઆત કરવામાં આવશે, જેમાં માઇગ્રેટ વર્કરથી જોડાયેલ ડેટા હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2021 union budget 2021 બજેટ 2021 Budget 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ