બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Understanding Protein-Vitamin, Do You Take Magnesium In The Right Amount?

સ્વાસ્થ્ય / પ્રોટીન-વિટામીન તો સમજ્યા, શું મેગ્નેશિયમ યોગ્ય માત્રામાં લો છો?

Published By: Krupa

Last Updated: 03:47 PM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે પ્રોટીન-વિટામીનની કમીથી શું થાય એ તો જાણતા હોઇશુ અને આપણા શરીરમાં તેની કમી ન સર્જાય તે અંગે સજાગ પણ હોઇશુ કેમકે તે પ્રચલિત બાબત છે. તમે પ્રોટીન અને વિટામીન જેટલી જ કેર મેગ્નેશિયમની કરો છો?

  • મેગ્નેશિયમની યોગ્ય માત્રા શરીરમાં પહોંચે ત્યારે હાર્ટના ફંકશન યોગ્ય રીતે થાય છે
  • શરીરમાં મેગ્નેશિયમની જરુર લગભગ 300 બાયોકેમિકલ્સના રિએક્શન માટે હોય છે

વ્યક્તિના શરીરમાં મેગ્નેશિયમની એટલી જ જરુર છે જેટલી કોઇ અન્ય વિટામીન કે મિનરલ્સની. મેગ્નેશિયમની યોગ્ય માત્રા શરીરમાં પહોંચે ત્યારે તમારા મસલ્સ અને નર્વસ સિસ્ટમ સ્વસ્થ રહે છે. હાર્ટના ફંકશન યોગ્ય રીતે થાય છે. હાડકાં મજબુત રહે છે. 

મેગ્નેશિયમથી તમારા શરીરમાં ગ્લુકોઝ યોગ્ય માત્રામાં રહે છે. તેનાથી શરીરમાં યોગ્ય માત્રામાં પ્રોટીન અને ઉર્જા બને છે. શું તમે જાણો છો કે તમારા શરીરમાં મેગ્નેશિયમની જરુર લગભગ 300 બાયોકેમિકલ્સના રિએક્શન માટે હોય છે. અમે તમને એવા લક્ષણોની માહિતી આપી રહ્યા છીએ જેના પરથી તમને જાણ થશે કે તમે યોગ્ય માત્રામાં મેગ્નેશિયમ લઇ રહ્યા છો કે નહીં અથવા તમારા શરીરમાં ઓછુ મેગ્નેશિયમ પહોંચી રહ્યુ છે.

એનર્જીની કમી
મેગ્નેશિયમની કમીથી તમને એનર્જીની કમી અનુભવાશે. તમને આરામ કર્યા બાદ પણ થાક લાગશે.

પગ વળવા અને નસોમાં ખેંચાણ
મેગ્નેશિયમ તમારા મસલ્સના ફંકશનનું નિયંત્રણ કરે છે. મસલ્સનુ વધવુ, સંકોચાવુ અને તેને આરામ આપવાને નિયંત્રિત કરે છે. મેગ્નેશિયમની કમીથી તમારા પગની નસોમાં ખેંચાણ આવે છે અને તે વળવાની સમસ્યા થઇ શકે છે.

વારંવાર માથાનો દુખાવો
તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય અને તમે તેનુ કારણ સમજી શકતા નથી તો તેનું કારણ મેગ્નેશિયમની કમી હોઇ શકે છે. મેગ્નેશિયમની કમીથી તમારા શરીરમાં સેરોટોનિનનું બનવાનું ઘટી જાય છે. તેના કારણે મગજમાં યોગ્ય માત્રામાં લોહી પહોંચી શકતુ નથી.

અનિંદ્રા – અવાજથી તકલીફ
મેગ્નેશિયમની કમીના કારણે તમને ઉંઘ આવતી નથી. સ્ટ્રેસ આવે છે અને દિલની ધડકનો વધી જાય છે. આ કારણે સુવામાં મુશ્કેલી આવે છે. આમ તો વધુ પડતો અવાજ કોઇનાથી સહન થતો નથી, પરંતુ મેગ્નેશિયમની કમી તમને વધુ સેન્સિટીવ બનાવી દે છે અને તમારી નર્વસ સિસ્ટમ કમજોર થઇ જાય છે. તમે વધુ સેન્સિટીવ બનો છો. મેગ્નેશિયમની કમીથી તમને કબજિયાત થઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Magnesium Protein Vitamin lifestyle પ્રોટીન મેગ્નેશિયમ વિટામીન Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ