બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Uncle, nephew and a young man died near Khedana Pij! The incident happened when the bike was not under control, the police were also shocked

અકસ્માત / ખેડાના પીજ પાસે કાકા, ભત્રીજો અને એક યુવકનું મોત! બાઈક પર કંટ્રોલ ન રહેતા બની ઘટના, પોલીસ પણ ચોંકી

Vishal Khamar

Last Updated: 09:59 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાનાં પીજ પાસે પલ્સર બાઈકને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ખેડાનાં પીજ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • બાઈક પર કંટ્રોલ ન રહેતા  રોડની બાજુમાં આવેલ ગટરમાં ખાબકી
  • પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી

 રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં કેટલીય નિર્દોષ જીંદગીને જીવ ખોવાનો વારો આવે છે. ખેડાનાં પીજ પાસે અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં પલ્સર બાઈક રોડની બાજુમાં આવેલ ગટરમાં ખાબકી હતી. જેથી બાઈક ચાલકનો બાઈક પર કંટ્રોલ ન રહેતા બાઈક ગટરમાં ખાબકતા બાઈક પર જઈ રહેલ કાકા, ભત્રીજા તેમજ અન્ય એક યુવકનું મોત નિપજ્યું હતું.

મૃત્યું પામનાર ત્રણેય વ્યક્તિ મૂળ વડતાલનાં રહેવાસી
પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાઈક પર કંટ્રોલ ન રહેતા  બાઈક રોડની સાઈડમાં આવેલ ગટરમાં ખાબકી હોવાનું અનુમાન છે.  અકસ્માતમાં મૃત્યું પામેલ બાઈક સવાર વડતાલથી બામરોલી જઈ રહ્યા હતા. મૃત્યું પામનાંર ત્રણેય વ્યક્તિ મૂળ વડતાલનાં રહેવાસી હતા. એક જ પરિવારનાં કાકા-ભત્રીજાનું મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

4 લોકોના કમકમાટી ભર્યા મોત
ગોધરા-દાહોદ હાઇવે ઉપર એક બસએ અન્ય બસને ટક્કર મારી છે. જેમાં ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસમાં સવારે 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. અત્રે જણાવીએ કે, અમદાવાદથી ઇન્દોર જતી બસ હતી. બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા રોકી દેવાઈ હતી અને હાઇવે ઉપર જ પાર્ક કરી કામગીરી કરાઈ રહી હતી. તે સમય અચાનક અન્ય ખાનગી બસના ચાલકે બસને ટક્કર મારી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે
રોડ અકસ્માતની ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ