બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Umesh Ashwin 6 wickets in half an hour india vs austrailia

ક્રિકેટ / ઉમેશ-અશ્વિનનો કમાલ: અડધો જ કલાકમાં ધડાધડ ખેરવી 6 વિકેટ, બલ્લેબાજોને વિચારવાનો પણ ટાઈમ ન મળ્યો

Arohi

Last Updated: 06:13 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશ્વિન-ઉમેશે બીજા દિવસે એવી શાનદાર ઈનિંગ રમી કે ઓસ્ટ્રેલિયાની છેલ્લી છ વિકેટ ફક્ત 11 રન પર જ પડી ગઈ.

  • ઉમેશ-અશ્વિને કર્યો કમાલ 
  • અડધા જ કલાકમાં લીધી 6 વિકેટ
  • બેટ્સમેનનોને એક બાદ એક કર્યા પવેલીયન ભેગા 

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ઈંદૌરમાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમની પહેલી ઈનિંગ 197 રનોમાં જ પુરી થઈ ગઈ. 

અશ્વિન-ઉમેશે બીજા દિવસે એવી શાનદાર ઈનિંગ રમી કે ઓસ્ટ્રેલિયાની છેલ્લી છ વિકેટ ફક્ત 11 રન પર જ પડી ગઈ. પહેલા સેશનમાં ડ્રિંક્સ બાદ અશ્વિને હેન્ડ્સકોમ્બને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને 5 વિકેટનો ઝટકો આપ્યો છે. 

ઉમેશ યાદવનું શાનદાર પ્રદર્શન 
પછી બીજી ઓવરમાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવે કેમરન ગ્રીને આઉટ કરી દીધો હતો. ઉમેશે પછી પોતાની અલગ ઓવરમાં મિચેલ સ્ટાર્કને બોલ્ડ કરી દીધો. જેનાથી ઓસ્ટ્રેલિયાનો સ્કોર સાત વિકેટ પર 192 રન થઈ ગયો. 

અશ્વિનનું પણ શાનદાર પ્રદર્શન 
અશ્વિનનું પ્રદર્શન પણ શાનદાર હતુ અને તેમણે એલેક્સ કેરીને LBW આઉટ કરી દીધો. ત્યાર બાદ અશ્ચિન અને ઉમેશે એક-એક વિકેટ બીજી લીધી અને કંગારૂઓને આઉટ કરી દીધા. 

એક સમયે જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમનો સ્કોર પહેલા કલાકમાં ચાર વિકેટ પર 186 રન હતો. ત્યાં જ લગભગ તે અડધા કલાકમાં આલઆઉટ થઈ ગઈ. 

સંકળાયેલા મુદ્દાઓ

Umesh Yadav india vs austrailia    અશ્વિન ઉમેશ યાદવ IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ