બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / uk just unveiled atm payment card made from solid gold

ના હોય! / આ કંપની એ બનાવ્યું દુનિયાનું પહેલું સોનાનું ATM કાર્ડ, લાખોમાં છે કિંમત

Published By: Krupa

Last Updated: 01:12 PM, 13 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટીશ સરકારની સ્વામિત્વ વાળી કંપની 'ધ રૉયલ મિન્ટે' દુનિયાનું પહેલું સોનાથી બનેલું એટીએમ કાર્ડ બનાવ્યું છે. આ ડેબિટ કાર્ડ પર ગ્રાહકનું નામ અને સહી હશે, જે લોકોને એને ખરીદવા માટે વધારે આકર્ષિત કરે છે.

  • બ્રિટીશની કંપનીએ બનાવ્યું સોનાનું ATM કાર્ડ
  • આ એટીએમ કાર્ડ આશરે 14 લાખ 70 હજાર રૂપિયાનું છે
  • સીમિત ગ્રાહકોને મળશે સોનાનું કાર્ડ

અત્યાર સુધી તમે સોનાન ઘણા આભૂષણ જોયા હશે. સોમામા જૂતાં અને કપડાં માટે પણ સાંભળ્યું હશે. પરંતુ સોનાના એટીએમ કાર્ડ માટે તમે પહેલી વખત સાંભળશો. જી હાં, બ્રિટીશ સરકારની સ્વામિત્વ વાળી કંપની 'ધ રૉયલ મિન્ટે' દુનિયાનું પહેલું સોનાથી બનેલું એટીએમ કાર્ડ બનાવ્યું છે. જેની કિંમત લાખોમાં છે. આ કાર્ડને કંપનીએ 'રેસિસ' નામ આપ્યું છે. 

આટલી છે લક્ઝરી પેમેન્ટ કાર્ડની કિંમત
આ સોનાના કાર્ડની ખાસ વાત એ છે કે આ 18 કેરેટ સોનાનું બનેલું છે. હવે તમે વિચારી રહ્યા હશો કે એની કિંમત શું છે. આ એટીએમ કાર્ડ 18,750 યૂરો એટલે કે આશરે 14 લાખ 70 હજાર રૂપિયા છે. એની અનેક ખાસિયતોના કારણથી એને લક્ઝરી પેમેન્ટ કાર્ડ્સની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. 

આ છે ખાસિયત

  • આ ડેબિટ કાર્ડ પર ગ્રાહકનું નામ અને સહી હશે, જે લોકોને એને ખરીદવા માટે વધારે આકર્ષિત કરે છે. 
  • સોનાના આ કાર્ડથી લેણદેણ કરવા પર કોઇ ટ્રાન્ઝેક્શન ફી લાગશે નહીં. 
  • આ કાર્ડનો ગ્રાહક ઘણા પ્રકારે ઉપયોગ કરી શકે છે. ગ્રાહકોને કોઇ ફૉરેન એક્સચેન્જ ફી આપવી પડશે નહીં. 

સીમિત ગ્રાહકોને મળશે સોનાનું કાર્ડ
કંપની તરફથી હજુ કોઇ એ વાતની જાણકારી પ્રાપ્ત થઇ નથી કે આ લક્ઝરી પેમેન્ટ કાર્ડ કેટલા લોકો માટે જારી કરવામાં આવશે. પરંતુ એક દાવા અનુસાર, આ સીમિત ગ્રાહકોને જ મળશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

ATM OMG business એટીએમ બ્રિટીશ સરકાર સોનું OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ