બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ujjain swami muskurake pandit shailendra vyas who is president award winner has many vehicles with 420 registration

OMG / ભારે કરી! આ ભાઈની દરેક ગાડીનો નંબર છે 420! રાષ્ટ્રપતિએ પણ કર્યું છે સન્માન, જાણો કેમ?

Premal

Last Updated: 02:09 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકાલની નગરી ઉજ્જૈન રંગબેરંગી છે. અહીં રહેતા લોકોના જીવન જીવવાનો અંદાજ જ કઈક અલગ છે. ભોલેની ભક્તિની સાથે જીવનને કેવીરીતે ખુશી અને આનંદથી ભરવુ છે. તે અહીં રહેનારા લોકો પાસેથી શિખી શકાય છે. આ પ્રકારના ખુશમિજાજ વ્યક્તિત્વના ધની છે સ્વામી મુસ્કુરાકે એટલેકે પંડિત શૈલેન્દ્ર વ્યાસ.

  • ઉજ્જૈનમાં સ્વામી મુસ્કુરાકે લોકોને હસાવે છે
  • સ્વામી મુસ્કુરાકે જ્યાં પણ જાય છે ત્યાં લોકો હસવા લાગે છે
  • સ્વામી મુસ્કુરાકેનું ઘર પણ રંગબેરંગી છે

સ્વામી મુસ્કુરાકેનો ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો છે

વ્યાસ પોતાના અનોખા અંદાજને પગલે ફક્ત ઉજ્જૈનમાં નહીં, પરંતુ આખા દેશમાં પ્રખ્યાત છે. વર્ષ 2004માં વ્યાસને રાષ્ટ્રપતિના હાથે દેશમાં શિક્ષકોના સૌથી મોટા સન્માનથી પણ નવાજવામાં આવ્યાં છે. એટલું જ નહીં, તેમના વેહીકલના નંબરમાં ક્યાકને ક્યાક 420 નંબર આવી જાય છે. મહત્વનું છે કે, સ્વામી મુસ્કુરાકેનો ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો અને તેનુ જીવન આનંદીત રાખવાનો છે. અલગ-અલગ રંગોના કપડા, રંગબેરંગી ટોપી, પાઘડી, મુગટ, અંગૂઠો, કાનમાં બુટ્ટી અને ગળામાં મોટી-મોટી માળાઓ તેમનો શોખ છે. સ્વામી મુશ્કુરાકે જ્યાં પણ જાય છે લોકો તેને જોઈને હસવા લાગે છે. ઉજ્જૈનના સ્વામી પેલેસ, 41, શિવાજી પાર્કમાં રહેતા પંડિત શૈલેન્દ્ર વ્યાસનું ઘર પણ રંગબેરંગી છે. 

ઘર જેવુ મ્યુઝીયમ 

ખરેખર, આ ઘરને તમે મ્યુઝીયમ પણ કહી શકો છો. કારણકે અહીં ઘણા રંગબેરંગી સારા પોશાક, અજબ-ગજબ પાઘડિયો, મુગટ કપડામાં ભરેલા પડ્યા છે. કપડામાં દેશના અલગ-અલગ ખૂણામાંથી અલગ-અલગ સમયની પાઘડીઓ છે. અહીં મુઘલથી લઇને મરાઠા યુગના આઉટફિટ્સ જોવા મળશે. અહીંની પ્રદર્શની તમને જોવા મળે છે. જેને પગલે સ્વામી વ્યાસની ડ્રેસિંગ સ્ટાઈલ અને હાસ્ય અનોખુ થઇ જાય છે.

પુષ્કળ પુરસ્કારો અને ટ્રોફી 

સ્વામી મુસ્કુરાકેનું ઘર કલરફૂલ કપડા સિવાય એવોર્ડસ અને ટ્રોફીથી પણ સજાયેલુ છે. તેમનું કહેવુ છે કે તેમને ભારતીય સંસ્કૃતિ અને તેની વિવિધતા ખૂબ જ પસંદ છે. તેમને દરેક યુગનો પોશાક, પાઘડી અને મુગટનો પહેલા ઊંડાણમાં અભ્યાસ કર્યો અને પછી તેને એકત્રિત કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ