બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / uidai update customers alert pvc aadhaar card from the open market not acceptable details
Premal
Last Updated: 02:20 PM, 19 January 2022
ADVERTISEMENT
તમારું આધાર કાર્ડ યૂનિક ડોક્યુમેન્ટ છે. કારણકે તેમાં જરૂરી જાણકારી હોય છે. હવે તો બાળકોના એડમિશન માટે પણ આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજ બની ગયુ છે. પરંતુ આ દરમ્યાન આધાર કાર્ડ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યાં છે.
સ્માર્ટ આધાર કાર્ડને લઇને UIDAI એ ગ્રાહકોને એલર્ટ કર્યા
ADVERTISEMENT
સ્માર્ટ આધાર કાર્ડ માટે ઘણા લોકો એપ્લાય કરે છે, પરંતુ સ્માર્ટ આધાર કાર્ડને લઇને UIDAI એ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. UIDAI એ ટ્વિટ કરી આ માહિતી આપી છે કે ગ્રાહક ખુલ્લા માર્કેટથી પીવીસી આધારની કૉપીનો ઉપયોગ નહીં કરે. ખરેખર, UIDAI એ ગ્રાહકોની સુરક્ષા અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખી આ પ્રકારના આધાર કાર્ડનો ઉપયોગ ના કરવાની અપીલ કરી છે.
UIDAI એ આપી જાણકારી
આધાર કાર્ડ પર દેખરેખ રાખનારી સંસ્થા UIDAI એ ટ્વિટ કરી કહ્યું, જો કોઈ ગ્રાહક પીવીસી કાર્ડ અથવા પ્લાસ્ટિક કાર્ડ અથવા સ્માર્ટ આધાર કાર્ડ ખુલ્લા માર્કેટથી બનાવે છે તો તે માન્ય થશે નહીં. UIDAI એ એવુ પણ જણાવ્યું કે ગ્રાહક કોઈ પણ આધાર કાર્ડ દ્વારા પોતાનુ કામ ચલાવી શકે છે.
#AadhaarEssentials
— Aadhaar (@UIDAI) January 18, 2022
We strongly discourage the use of PVC Aadhaar copies from the open market as they do not carry any security features.
You may order Aadhaar PVC Card by paying Rs 50/-(inclusive of GST & Speed post charges).
To place your order click on:https://t.co/AekiDvNKUm pic.twitter.com/Kye1TJ4c7n
આ આધાર કાર્ડ થશે વેલિડ
UIDAIએ પોતાના ટ્વિટમાં સ્પષ્ટ લખ્યું, 'uidai.gov.in પરથી ડાઉનલોડ કરવામાં આવેલુ આધાર અથવા આધાર લેટર અથવા એમ-આધાર પ્રોફાઈલ અથવા આધાર પીવીસી કાર્ડ, જે UIDAI તરફથી જાહેર કરવામાં આવ્યું હોય. એવા કાર્ડને આધાર કાર્ડ સાથે જોડાયેલા કામમાં ઉપયોગ કરી શકાય છે. UIDAI એ જણાવ્યું કે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.