બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / UGC NET Result 2023: NTA has declared UGC NET June Result, check with these simple steps

Result 2023 / 6.5 લાખ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાહેર થયું UGC NETનું રિઝલ્ટ, ડાયરેક્ટ લિંકથી કરો ચેક

Pravin Joshi

Last Updated: 07:16 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UGC NET પરીક્ષાનો પ્રથમ તબક્કો 13 થી 17 જૂન અને બીજો તબક્કો 19 થી 22 જૂન 2023 દરમિયાન યોજાયો હતો અને દેશભરના 181 શહેરોમાં 83 વિષયો માટે પરીક્ષા લેવામાં આવી હતી. આ પછી પ્રોવિઝનલ આન્સર-કી બહાર પાડવામાં આવી હતી. હવે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

  • NTA એ UGC NET જૂન પરિણામ જાહેર કર્યું 
  • પરીક્ષાનો પ્રથમ તબક્કો 13 થી 17 જૂન યોજાયો
  • બીજો તબક્કો 19 થી 22 જૂને યોજાયો હતો
  • 181 શહેરોમાં 83 વિષયો માટે પરીક્ષા લેવાઈ


નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એલિજિબિલિટી જૂન પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. પરિણામો સત્તાવાર વેબસાઇટ્સ ugcnet.nta.nic.in અને ntaresults.nic.in પર જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને પોર્ટલની મુલાકાત લઈને તે પરિણામ જોઈ શકે છે.આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી. પ્રથમ તબક્કો 13 થી 17 જૂન અને બીજો તબક્કો 19 થી 22 જૂન, 2023 દરમિયાન યોજાયો હતો. જ્યારે યુજીસી નેટ જૂનની પરીક્ષા દેશના 181 શહેરોમાં 83 વિષયો માટે લેવામાં આવી હતી.

Topic | VTV Gujarati

છ લાખથી વધુ પરીક્ષાર્થીઓએ આપી હતી પરીક્ષા

આ વખતે કુલ 6,39,069 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. NTA એ 06 જુલાઈ, 2023 ના રોજ UGC NET જૂન 2023 ની આન્સર કી બહાર પાડી. વાંધો ઉઠાવવાની છેલ્લી તારીખ 08 જુલાઈ, 2023 હતી. NTA એ UGC NET 2023 ની અંતિમ આન્સર કી ugcnet.nta.nic.in પર બહાર પાડી છે.

Topic | VTV Gujarati

UGC NET પરિણામ 2023 કેવી રીતે તપાસવું

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.
  • જૂન 2023 સ્કોરકાર્ડ લિંક પર ક્લિક કરો.
  • તમારો અરજી નંબર, જન્મ તારીખ અને પિન દાખલ કરો
  • હવે સબમિટ બટન પર ક્લિક કરો.
  • યુજીસી નેટ જૂન પરિણામ 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો

Topic | VTV Gujarati

સહાયક પ્રોફેસર માટે કટઓફ

  • ઓપન: 170
  • EWS: 154
  • OBC (NCL): 152
  • SC: 142
  • ST: 136

 
જેઆરએફ માટે કટઓફ

  • ઓપન: 188
  • EWS, OBC (NCL): 178
  • SC: 162
  • ST: 154
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ