બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / Uddhav Thackeray taunts Kangna Ranaut says she is not thankful to maharashtra
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો એવા છે જેઓ મહારાષ્ટ્રમાં પોતાની કરિયર બનાવે છે, પરંતુ રાજ્ય માટે આભારી નથી. શિવસેનાના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી અનિલ રાઠોડને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું, 'અનિલ ભૈયા રાજસ્થાનથી આવ્યા અને મહારાષ્ટ્રને પોતાનું ઘર બનાવ્યું. તેઓ કટ્ટર શિવ સૈનિક હતા.'
ADVERTISEMENT
અહીં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ખાસ કરીને જેમણે બંધારણના શપથ લીધા છે, તેમની જવાબદારી છે કે તેઓને ભલે કોઈનો અભિપ્રાય સાચો લાગે કે ખોટો લાગે, પરંતુ તેમની સુરક્ષા કરવી તેમની જવાબદારી છે. મને લાગે છે કે કેન્દ્ર સરકારે જે કર્યું છે તે સારું છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે મુંબઈ કે મહારાષ્ટ્રનું જે પણ વ્યક્તિ અપમાન કરે છે, કેન્દ્ર આવી વ્યક્તિને 'Y' કેટેગરી સુરક્ષા પ્રદાન કરે છે, તે ખૂબ પીડાદાયક છે. મહારાષ્ટ્ર માત્ર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના અને કોંગ્રેસનું જ નથી, તે ભાજપનું પણ છે, તે તમામ લોકોનું છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે અભિનેત્રીને Y ક્લાસ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. કંગનાએ મુંબઈને POK હોવાનું કહ્યું હતું, ત્યારબાદ સંજય રાઉત ગુસ્સે થયા હતા અને તેમણે કંગનાને મુંબઈ ન આવવાની સલાહ આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.