બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / લોન થઇ મોંઘી, વધી જશે EMI, દેશની આ 3 સરકારી બેંકોએ વધાર્યું ગ્રાહકોનું ટેન્શન
Last Updated: 11:37 AM, 10 August 2024
દેશની ત્રણ મોટી સરકારી બેંકોએ પોતાની લોન મોંઘી કરી દીધી છે. પબ્લિક સેક્ટરની બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને યુકો બેંકે પોતાની બઝી લોન પર માર્જિન કોસ્ટ લેડિંગ રેટ્સ (MCLR)માં વધારો કર્યો છે. તેનાથી મોટાભાગની કન્ઝ્યુમર લોન મોંઘી થઈ ગઈ છે.
ADVERTISEMENT
હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની મોનિટરી પોલિસી સમિતિની બેઠકમાં એક વખત ફરીથી રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને રેટને 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. પરંતુ બેંકોએ લોન મોંઘી કરવાનું શરૂ કરી દીધુ છે.
ADVERTISEMENT
MCLRમાં ફેરફાર
બેંક ઓફ બરોડાએ 12 ઓગસ્ટથી અમુક સમય માટે MCLRમાં ફેરફાર કર્યો છે. યુકો બેંકની એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ કમિટીએ 10 ઓગસ્ટથી અમુક ટેન્યોર વાળી લોનને મોંઘી કરી છે અને 5 બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. કેનેરા બેંકે 12 ઓગસ્ટથી બધા સમયગાળાની લોનના રેટમાં પાંચ બેસિક પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
કેનેરા બેંક
કેનેરા બેંકે કહ્યું છે કે એક વર્ષના સમયની MCLR 8.95 ટકાની છેલ્લા વ્યાજના મુકાબલે હવે 9 ટકા થશે. ત્રણ વર્ષ માટે MCLR 9.40 ટકા હશે જ્યારે બે વર્ષના સમય માટે આ 9.30 ટકા હશે.
યુકો બેંક
કોલકાતા બેસ્ડ પબ્લિક સેક્ટરની બેંકે એક મહિનાના સમય માટે MCLRને 8.3 ટકાથી વધીને 8.35 ટકા અને એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆરને 8.9 ટકાથી વધારીને 8.95 ટકા કરી દેવામાં આવી છે. તેણે એક મહિના માટે ટીબીએલઆરને 6.85 ટકા વધારીને 6.7 ટકા અને 12 મહિના માટે ટીબીએલઆરને 7.0 ટકા વધારીને 6.9 ટકા કરી દીધું છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકે ટ્રેજરી બિલ બેંચમાર્ક સાથે જોડાયેલા રેટમાં 5-15 આધાર પોઈન્ટની કિંમતની કમી કરી છે.
બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડાએ ત્રણ મહિનાના સમય માટે MCLRને 8.45 ટકાથી વધારીને 8.5 ટકા કરી દીધુ છે. બેંકે છ મહિનાના સમય માટે MCLR 8.7 ટકાથી 8.75 ટકા કરી દીધુ છે. એક વર્ષની લોન માટે એમસીએલઆર 8.9 ટકાથી વધારીને 8.95 ટકા થઈ ગઈ છે.
વધુ વાંચો: સીધો 8 કરોડનો ફાયદો! દર મહિને કરવું પડશે આટલાં રૂપિયાનું રોકાણ, બસ આ રીતે કરો પ્લાનિંગ
બીઓબીએ 12 ઓગસ્ટથી ત્રણ મહિના, 6 મહિના અને એક વર્ષના સમયગાળાના લોનના રેટમાં પાંચ બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.