બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Two Thakor MLAs clashed in the Assembly over liquor, colluding and breaking both open polls Speaker fell in between
Vishal Dave
Last Updated: 04:41 PM, 21 February 2024
ગુજરાત વિધાનસભામાં આજે જે દ્રશ્યો જોવા મળ્યા તેમાં રાજકારણની સાથે રમુજ પણ હતી.... નોકજોકની સાથે-સાથે હળવાશ પણ હતી.... સૌથી પહેલા વાત કરીએ વિધાનસભામાં થયેલી નોકજોકની.. તો આજે વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યો વચ્ચે આક્ષેપબાજી થઇ હતી..બે ઠાકોર ધારાસભ્યો દ્વારા એકબીજા પર આરોપો મુકવામાં આવ્યા હતા.. . જેમાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા બન્નેને શાંત કરાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ઠાકોર ધારાસભ્યોની આક્ષેપબાજી
ADVERTISEMENT
ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોર પર બુટલેગર સાથે સાંઠગાંઠના આક્ષેપ લગાવ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોર પર કોઇનો તોડ કર્યો હોવાના આક્ષેપ લગાવ્યા હતા.. આખરે વિધાનસભા અધ્યક્ષે બન્નેને અટકાવીને મામલો શાંત પાડ્યો હતો.
અલ્પેશ ઠાકોરે માર્યો આ લોચો
આ સાથે ગૃહમાં એવી ક્ષણો પણ જોવા મળી જેમાં સમસ્ત ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યુ હતું.. ગૃહ વિભાગની માંગણી દરમ્યાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગૃહરાજ્ય મંત્રીનું નામ બોલવામાં લોચો માર્યો હતો.. ગૃહ રાજ્ય મંત્રીના નામનો ઉલ્લેખ કરતી વખતે તેઓ હર્ષ સંઘવીને બદલે અલ્પેશ સંઘવી બોલી ગયા હતા.. આ સાથે ગૃહમાં તમામના ચહેરા પર સ્મિત ફરી વળ્યુ હતું.. અલ્પેશ ઠાકોરે ગૃહ રાજ્ય મંત્રી સાથે પોતાનું નામ જોડતા કુતુહલ પણ ફેલાયુ હતું.. દરમ્યાન કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે રમૂજ મા ટકોર કરી કે હવે બહુ બોલ્યા આવતા સત્રમાં હવે બાકીનું બોલજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.