બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Two people died of heart attack in a single day in Rajkot, 22-year-old doctor died of heart attack

કારણ શું? / દીકરાને હાર્ટ એટેક આવતા આઘાતમાં માતાને પણ આવ્યો આંચકો, બંનેએ છોડી દુનિયા, આજે ગુજરાતમાં હ્રદયે દગો આપતા 3 ખેડૂતો સહિત કુલ 7 લોકોના મોત

Dinesh

Last Updated: 07:26 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: રાજકોટમાં હાર્ટ એટેકથી 2ના મોત, હ્રદય રોગના હુમલાના કારણે ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા તબીબનું કરૂણ મોત થયું છે.

  • રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટએટેકથી મોત
  • 22 વર્ષના તબીબનું હાર્ટ એટેકનું મૃત્યુ
  • 41 વર્ષના વિપુલ કેરળીયાનું મોત


Heart Attack News: વર્તમાનમાં હૃદય ધબકારા ચુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે. હવે એવું લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય અને કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળોએ એવા કિસ્સા બન્યા કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે. ત્યારે રાજકોટમાં હોર્ટ એટેકથી બેના મોત થયાની વિગતો સામે આવી છે. જ્યારે આજે રાજ્યમાં હાર્ટ એટેકથી સાતના મોત થયા છે

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

ક્યારે અટકશે હોર્ટ એટેક !
રાજકોટમાં 22 વર્ષીય તબીબનું હાર્ટ એટેકથી મોત થયું છે. હ્રદય રોગના હુમલાના કારણે ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા તબીબનું કરૂણ મોત થયું છે. રવિવારના રોજ સાંજના સમયે બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.પીએમ રિપોર્ટમાં નેચરલ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ આવ્યું છે. રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. 

મહિસાગરમાં પણ હાર્ટ એટેકથી મોત
મહિસાગરના લુણાવાડામાં દલવાઈસાવલી ગામે અજબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પુત્રના મૃત્યુના 5 મિનિટમાં માતાનું મૃત્યુ થયું છે. 56 વર્ષીય પુત્ર અશ્વિનભાઈ પટેલનું હદય રોગના હુમલાથી મોત થયું હતું. જે બાદ માતને પણ આંચકો આવતા અવસાન થયું છે. ગામમાં એક સાથે માતા પુત્રની અંતિમયાત્રા નીકળી ગામમાં શોકની લાગણી વ્યાપી હતી.

શરીરમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો હૃદયની નસો થઈ રહી છે બ્લોક, હાર્ટ  એટેકનો વધી ગયો છે ખતરો <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/heart-attack' title='Heart attack'>Heart attack</a> signs: these signs of blockage in  arteries do not ignore

જામનગરમાં 2 ખેડૂતના હોર્ટ એટેકથી મોત
જામનગર જિલ્લામાં 2 ખેડૂતના હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. નિકાવા ગામના પંકજભાઈ નામના 50 વર્ષના ખેડૂતનું હોર્ટ એટેકથી મૃત્યુ થયું છે જ્યારે હરીપર ગામના દામજી વસોયા નામના ખેડૂતનું હાર્ટએટેકથી મૃત્યુ થયુ છે. વાડીમાં કામ કરતા હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા મૃત્યુ થયુ તેમજ છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતાં.

મોતનો સિલસિલો
રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. 22 વર્ષના તબીબનું હાર્ટ એટેકનું મૃત્યુ થયું છે તો બીજી તરફ 41 વર્ષના વિપુલ કેરળીયાનું હ્રદય રોગથી મોત થયું છે. ગોકુળ હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં તબીબ ફરજ બજાવતા હતા. રવિવારના રોજ સાંજના સમયે બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે, ત્યાં તેમનું અવાસાન થયું હતું. 41 વર્ષના વિપુલ કેરળીયાનું ઘરમાં જ એટેક આવતા મોત થયું છે. એકલા રહેતા વિપુલ કેરળીયાનો મૃતદેહ ઘરમાં બે દિવસ પડ્યો રહ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટએટેકથી મોત થયાનું સામે આવ્યું છે. 

મોડાસામાં હોર્ટ એટેકથી મોત
અરવલ્લીના મોડાસામાં સાકરિયાના ખેડૂતનું હાર્ટએટેકથી મોત થયું છે. યાર્ડમાં મગફળી વેચવા ગયેલા ખેડૂતનું મોત થતાં પરિજનોમાં શોકનો માહોલ છવાયો છે. 43 વર્ષના સુખાભાઇ ખાંટને હાર્ટએટેક આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ