બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / two kpl players arrested in spot fixing match between hubli and bellari team in 2019

ક્રિકેટ / બીજા બે ભારતીય ક્રિકેટરની ફિક્સિંગ મામલે ધરપકડ, ધીમી બેટિંગ કરવાના મળ્યા હતા પૈસા

Krupa

Last Updated: 01:44 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સી ગૌતમ અને અબરાર કાઝી પર ધીમી બેટિંગ માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ લાગ્યો છે. કેપીએલ 2019ની ફાઇનલ હુબલી અને બેલ્લારી ટીમની વચ્ચે રમવામાં આવી હતી, જેમાં સ્પૉટ ફિક્સિંગ થઇ.

  • કોહલીની IPL ટીમમાં રહેલા 2 ક્રિકેટર સ્પૉટ ફિક્સિંગમાં ધરપકડ
  • ધીમી બેટિંગ માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ 

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ પર ફિક્સિંગને લઇને ચર્ચામાં છે. એની સૌથી વધારે અસર ભારતની સ્થાનિક ક્રિકેટ પર પડી છે. તાજેતરમાં સ્પૉટ ફિક્સિંહ મામલામાં ભારતના બે ખેલાડીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. આ બંને ખેલાડી કર્ણાટક પ્રીમિયમ લીગના ઘણા સંસ્કરણમાં અલગ અલગ ટીમોથી મેચ રમી ચુક્યા છે. 

બેલ્લારી ટીમના કેપ્ટન સીએમ ગૌતમ અને બહરાર કાઝીને સ્પૉટ ફિક્સિંગ મામલે પોલીસે ધરપકડ કરી છે. સીએમ ગૌતમ આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તરફથી રમી ચુક્યો છે. બંને ખેલાડીઓને કેપીએલ 2019ની ફાઇનલ દરમિયાન ધીમી બેટિંગ માટે સટ્ટેબાજોને 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કેપીએલ 2019ની ફાઇનલ મેચ હુબલી અને બેલ્લારી ટીમની વચ્ચે રમવામાં આવી હતી. ગૌતમ રણજી મેચ પણ રમી ચુક્યો છે. 

આ પહેલા કર્ણાટક પ્રીમિયમ લીગ ટી-20 ટૂર્નામેન્ટમાં 29 વર્ષના બેટ્સમેન નિશાંત સિંહ શેખાવતને કેન્દ્રીય અપરાધ શાખા પોલીસે 2018માં મેચ ફિક્સિંગમાં સામેલ થવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કેપીએલમાં ઘણી ટીમો માટે રમી ચુકેલ શેખાવત પર સટ્ટેબાજોની મદદ કરવાનો આરોપ છે. 

જણાવી દઇએ કે કર્ણાટક પ્રીમિયમ લીગના 2018 સંસ્કરણમાં ફિક્સિંગ મામલે બેંગ્લોર બ્લાસ્ટર્સના પૂર્વ બેટ્સમેન, એમ વિશ્નનાથનને પણ બેંગ્લોર પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે સટ્ટાબાજે વિશ્નનાથનને હુબલી ટાઇગર્સની સામે એક મેચમાં 20 બોલમાં 10 રનથી પણ ઓછામાં સ્કોર બનાવવા કહ્યું હતું, એમને એવું જ કર્યું અને 17 બોલમાં માત્ર 9 રન જ બનાવ્યા. પોલીસે જણાવ્યું કે વિશ્વનાથન સ્ટ્ટાબાજોને મેચ દરમિયાન સંકેત આપવા માટે પોતાનું બેટ બદલ્યું અને જર્સીને અડધી વાળી નાંખી. 

સંકળાયેલા મુદ્દાઓ

bellari hubli sports spot fixing બેલ્લારી હુબલી Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ