બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Two Gujarati students studying in Indiana University in America drowned in the lake

દુર્ઘટના / અમેરિકાના મોનેરો લેકમાં બે ગુજરાતી વિધાર્થી ડુબ્યાઃ બોટિંગ સમયે પાણીમાં તરવા માર્યો તો કુદકો, એક સ્ટુડન્ટ અમદાવાદનો રહેવાસી

Malay

Last Updated: 11:58 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકાની મોનેરો લેકમાં ડૂબી ગયા છે. બચાવ ટીમ દ્વારા બંને વિદ્યાર્થીઓને લેકમાં શોધવા માટે સ્કુબા ડાઇવર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

  • મોનેરો લેકમાં ડૂબ્યા બે ગુજરાતી વિદ્યાર્થીઓ
  • બોટિંગ દરમિયાન કૂદકો મારતા ડૂબ્યા 
  • ઇન્ડિયાના યુનિવર્સિટીમાં કરતા હતા અભ્યાસ

અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે ગુજરાતી વિદ્યાર્થીઓ સ્થાનિક મોનેરો લેકમાં ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. બે દિવસથી મોનેરો લેકમાં તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. લેકની આસપાસ હવામાન પ્રતિકૂળ હોવાથી પવન, ઠંડી અને વરસાદને કારણે શોધખોળ કરવી મુશ્કેલ થઈ રહી છે. ઈન્ડિયાના યુનિવર્સિટીએ કહ્યું કે, 'આ ઘટનાથી અમે ખૂબજ દુઃખી છીએ.'

બે વિદ્યાર્થીઓ ડૂબ્યા
મળતી માહિતી અનુસાર, અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીની કેલી સ્કૂલ ઓફ બિઝનેસના અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ શનિવારે 20 અન્ય મિત્રો સાથે મોનેરો લેકમાં ગયા હતા.  જ્યાં તેમણે ડબલ ડેક બોટ ભાડા પર લીધા હતી. જે બાદ તેઓ મોનેરો લેકમાં બોટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે બોટને રોકીને એન્કર પાણીમાં નાખ્યું હતું અને પોતે પણ પાણીમાં તરવા માટે ગયા હતા. આ દરમિયાન બે વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જેઓની ઓળખ સિદ્ધાંત શાહ અને આર્યન વૈધ તરીકે થઈ હતી. સિદ્ધાંત શાહ મૂળ અમદાવાદનો છે અને જાણીતા બિલ્ડરનો દીકરો છે જે વિદેશ અભ્યાસ માટે ગયેલ છે.  

બચાવ ટીમને હજુ સુધી મળી નથી સફળતા 
આ બનાવની જાણ થતાં બ્લૂમિંગ્ટન પોલીસની ટીમ,  મોનેરો કાઉન્ટી ડાઇવ ટીમ, મોનેરો ફાયરની ટીમ દોડી આવી હતી અને બંને વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. હજુ પણ તેમની શોધખોળ ચાલું છે. બચાવ ટીમને હજુ સુધી સફળતા મળી નથી. બચાવ ટીમ દ્વારા આખા લેકમાં શોધવા માટે સ્કુબા ડાઇવર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ઘટનાથી અમે ખૂબજ દુઃખીઃ IU
ઈન્ડિયાના યુનિવર્સિટીએ પણ આ ઘટનાને લઈને સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. યુનિવર્સિટીએ કહ્યું હતું કે, આ ઘટનાથી અમે ખૂબજ દુઃખી છીએ. બંને વિદ્યાર્થીઓ કેલે સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતા હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ